દાહોદ: રાહુલ ગાંધીની ગરીબીની સમજ અંગે PMએ કર્યો પ્રહાર

Written By:
Subscribe to Oneindia News

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર ગુજરાત પ્રવાસે છે. તેમણે બુધવારે સવારે ધંધૂકામાં સભા ગજવી હતી, ત્યાર બાદ બપોરે તેઓ દાહોદ પહોંચ્યા હતા. અહીં તેમણે કોંગ્રેસ અને કોંગ્રેસના વાયદાઓ પર ખૂબ આકરા પ્રહાર કર્યા હતા. આ અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, 'ગરીબો પહેલા ગેસનો વિચાર જ નહોતા કરી શકતા. ગેસનો ચૂલો લેવા માટે નેતાઓના પગ પકડવા પડતા, કટકી ભરવી પડતી. ગેસના ચૂલા વગર રસોઇ કરવા લાકડા લેવા બહેનોએ મહેનત કરવી પડતી, ચોમાસું હોય તો લાકડા ભીનાં છે. આવા ચૂલા પર રસોઇ કરતાં આવી બહેનો એક જ દિવસમાં 400 સિગારેટનો ધુમાડો બહેનના શરીરમાં જાય. આવા પરિવારમાં બાળકો અને બહેનોની તબિયતનું શું થાય! મારી ગરીબ માતા-બહેનોને ગેસના કનેક્શન આપવાનો મારો સંકલ્પ હતો. આજે 3 કરોડ ઘરોમાં મફતમાં ગેસના ચૂલા પહોંચી ગયા હતા. આ ગરીબોનું ભલું કરતી સરકાર છે.'

narendra modi

'આપણા સૈનિકોએ પાકિસ્તાનમાં જઇને સર્જિકલ સ્ટ્રાઇક કરે અને કોંગ્રેસે આપણી સેનાના પરાક્રમ પર શંકા કરે. અને પાછા સવાલ કરે કે, ભારતનું કોઇ કેમ શા ના મર્યું? કોંગ્રેસ એવી પાર્ટી છે, જે તરત હાથ ઊંચા કરી દે. સુપ્રીમ કોર્ટમાં રામ મંદિરના મુદ્દેકેસ ચાલતો હતો, એમાં કપિલ સિબ્બલે ભાંગરો વાટ્યો. એમણે કહ્યું, લોકસભાની ચૂંટણી પછી કેસ ચલાવો. રામ મંદિર અને ચૂંટણીને શું લેવાદેવા? સુન્ની વક્ફ બોર્ડે આજે કહ્યું કે, અમારા વકીલે ખોટું કહ્યું છે. અમારું તો કહેવું છે કે, ન્યાયપાલિકા આનો નિર્ણય લાવે. એમાં રોડા નાંખવાનું કામ કોંગ્રેસ કરે છે. હું સુન્ની વક્ફ બોર્ડને અભિનંદન આપું છું કે, તેઓ દેશની એક્તા માટે આગળ આવ્યા છે.'

તેમણે આ પહેલાં કહ્યું કે, 'દાહોદમાં અનેકવાર મારું આવવાનું થયું છે, સભાઓને સંબોધન કરવાનો અવસર મળ્યો છે, પરંતુ આવું વિરાટ દ્રશ્ય પહેલીવાર જોયું છે. ઇતિહાસમાં આવો અવસર જવલ્લે જ મળતો હોય છે, જ્યાં વડાપ્રધાન તમારા શહેર-જિલ્લાના 50 લોકોને નામથી ઓળખતા હોય. આ દેશમાં ક્યારેય આદિવાસીઓ માટે અલગ મંત્રાલય, અલગ બજેટ નહોતું. એમને ચૂંટણી જીતવા માટે બીજેથી બધો માલ મળી જતો હતો. અટલ બિહારી વાજપાયીની આગેવાનીમાં ભાજપની સરકાર આવ્યા બાદ આદિવાસીઓના વિકાસ માટે સંસદમાં અલગથી ચર્ચા થવા માંડી. આપણે બક્ષીપંચનો સમાજ, પછાતનો સમાજ વર્ષોથી માંગણી કરતા હતા કે જેમ આદિવાસી, દલિતોના કમિશનને બંધારણીય હક મળેલો છે, એમ બક્ષીપંચને પણ બંધારણીય દરજ્જો મળે. કોંગ્રેસે આ મુદ્દે રાજકારણ કર્યું, પરંતુ ક્યારે બંધારણીય હક આપવાનો વિચાર ન કર્યો. તમે મને પીએમ બનાવ્યો, પછી કોંગ્રેસના નેતૃત્વ હેઠળ લોકો મારી પાસે આવ્યા અને કહ્યું કે, કોંગ્રેસે અમારે માટે કંઇ કર્યું નહીં, તમે અમારું ભલુ કરો. મેં ભલુ કરવાનું કામ કર્યું, તો એમણે સંસદમાં મારો વિરોધ કર્યો હતો.'

'કોંગ્રેસના નેતાઓ કહે છે કે, મોદી સરકાર અમીરો માટે કામ કરે છે. એમને ગતાગમ નથી કે અમીર અને ગરીબ વચ્ચે ખબર નથી. જેમને બટાકાની સમજ ન પડે એમને અમીર-ગરીબ વચ્ચે શું ખબર પડે? નાના હતા ત્યારે અમે એક જોક સાંભળ્યો હતો કે, ગરીબ એટલો ગરીબ કે એની પાસેની ગાડી જૂની, બંગલાની દિવાલ પર રંગ જૂનો. આવી તો એમની સમજ. મને કહો કે જેમના બેંકમાં ખાતા નહોતા એ અમીર હતા? જેમણે પહેલીવાર દેશમાં પગ મુક્યો એ લોકો એમને અમીર લાગે છે. અમે જે શૌચાલયો બનાવ્યા, એ અદાણી અને અંબાણી માટે બનાવ્યા? અમે  કરોડ જાજરૂ બનાવવાનું કામ કર્યું, એ ગરીબો માટે જ તો કર્યું. દેશમાં કુલ 25 કરોડ કુટુંબમાંથી 4 કરોડ કુટુંબ નથી, એમના ઘરમાં વીજળી નથી. એ લોકો આજે પણ 18મી સદીમાં જીવે છે. આ લોકોને મફતમાં વીજળી મળી રહે એ મારો સંકલ્પ છે. કોંગ્રેસમાં એવી નિયમ હતા કે, તમારે ઘરમાં વીજળી જોઇતી હોયતો વાયરિંગનો ખર્ચો તમારે કરવો પડે. એ બધું અમે કાઢ્યું.'

English summary
Gujarat Election 2017: PM Modi addresses rally in Dahod.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.