વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ગુજરાત, ભુજમાં કરશે સભા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરવા ગુજરાત પહોંચ્યા છે. અહીં તેમણે માં આશાપુરાના દર્શન કર્યા હતા. વધુ વાંચો અહીં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જ્યાં એક તરફ ભાજપ દ્વારા તેના 34 ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરાયું છે ત્યાં જ બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાજપના ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નલિયા પહોંચી ચૂક્યા છે. અને અહીં તે માતા આશાપુરાના દર્શન કર્યા હતા. અને માતાજી આરતી પણ કરી હતી. અને આ સાથે જ તેમણે માતાના આશીર્વાદ લઇને ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. નોંધનીય છે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ ખાતે જનસભાને સંબોધશે. અને અહીંથી ગુજરાતમાં ભાજપના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે.

ઉલ્લેખનીય છે કે ભુજની યાત્રા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે ભુજ હંમેશાથી મારા મનની નજીક છે. 2001ના ભૂંકપ પછી તેની શક્તિ દુનિયા સામે આવી હતી. અને ત્યારથી તેનો વિકાસ આજ દિવસ સુધી સતત થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભુજમાં ગત વર્ષે ભાજપે જીત મેળવી હતી. અને આ વખતે પણ ઉત્તર ગુજરાતની પીએમ નરેન્દ્ર મોદીની આ મુલાકાતમાં ભાજપના આ જ વિસ્તારોમાં વધુ વોટો સાથે જીત લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને આહ્વાહન કરશે.












Click it and Unblock the Notifications
