ગુજરાત ચૂંટણી 2017:26 લાખથી વધુ કિંમતનો દારૂનો જથ્થો ઝડપાયો

Subscribe to Oneindia News

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ અને અડાલજ પોલીસે સોમવારે રાતના સમયે અંદાજે રૂપિયા 25 લાખની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરીને સાત વ્યક્તિઓની ધરપકડ કર હતી. લોકલ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએએ મહુડી-ગાંધીનગર હાઇવે પર એક ટ્રકને રોકીને તપાસ કરતા તેમાંથી અંદાજે રૂપિયા 11 લાખની કિંમતની 16000 બોટલ જેટલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. કોઇને શંકા ન જાય તે માટે દારૂનો જથ્થો કોસ્મેસ્ટીક મટીરીયલની નીચે સંતાડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે ડ્રાઇવર તેમજ ક્લીનરની ધરપકડ કરીને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો પંજાબના ભટીંડાથી ગુજરાત લવાયો હતો અને અમદાવાદ સપ્લાઇ કરવાનો હતો. પોલીસે ટ્રકમાંથી રૂપિયા 15 લાખની કિંમતનું કોસ્મેટીક પણ જપ્ત કર્યું હતું.

gujarat

બીજી તરફ આ દરમિયાન હાઇવે પરથી એક કાર પુર ઝ઼ડપે નીકળી હતી, જેથી પોલીસને શંકા જતા ડ્રાઇવરને કાર ઉભી રાખવાનો ઇશારો કર્યો હતો. પરંતુ ડ્રાઇવરે કાર વધારે ઝડપથી ભગાવતા પોલીસે પીછો કરીને કારને રોકીને તપાસ કરતા તેમાંથી 20 બોક્સ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ અંગે ત્રણ લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. પ્રાથમિક પુછપરછમાં આ દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવવામાં આવ્યો હોવાની જાણકરી મળી હતી. જ્યારે અડાલજ પોલીસને સોમવારે સાંજે બાતમી મળી હતી કે, સુરેશ ઠાકોર અને મહંમદ શેખ નામના બે શખ્સો ઉવારસદ ગામમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લાવીને સ્થાનિક સ્તરે વેપાર કરી રહ્યા છે. જેના આધારે પોલીસે ઉવારસદમાં દરોડો પાડીને રૂપિયા 15 લાખની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. ગાંધીનગર જીલ્લાના ડીએસપી વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું કે, ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જો કે, ચૂંટણી બાદ પણ આ ઝૂંબેશ ચાલુ રહેશે.

English summary
Gujarat Election 2017: Police seized alcohol costs over 26 lacs from the different areas of the state.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.