'મોદીજી નથી ઇચ્છતા કે સંસદમાં જય શાહ કે Rafale અંગે ચર્ચા થાય'

Written By:
Subscribe to Oneindia News

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એકવાર શુક્રવારે ગુજરાત આવી પહોંચ્યા હતા. સવારે પોરબંદરમાં સભા ગજવ્યા બાદ તેઓ અમદાવાદ ખાતે દલિત સ્વાભિમાન સભાનું સંબોધન કરવા પહોંચ્યા હતા.અમદાવાદમાં દલિત શક્તિ કેન્દ્ર ખાતે 5000 દલિતો તરફથી 125 લાંબો રાષ્ટ્રધ્વજ રાહુલ ગાંધીને ભેટ આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રધ્વજની ભેટ બાદ ભરતસિંહ સોલંકીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, દલિતો દ્વારા તૈયાર કરવામાં આવેલ એક્તાના પ્રતિકરૂપ આ રાષ્ટ્રધ્વજ રાજ્ય સરકારને આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જો કે તેમણે એનો અસ્વીકાર કર્યો હતો. જ્યારે રાહુલ ગાંધીએ ખૂબ નમ્રતાપૂર્વક પોતાના કાર્યક્રમમાં આ રાષ્ટ્રધ્વજની ભેટ સ્વીકારવાની વાત કહી હતી. તે ઉપરાંત સિદ્ધાર્થ પરમાર કોંગ્રેસમાં જોડાયા હતા. આ પહેલાં પોરબંદરથી અમદાવાદના રસ્તામાં તેમણે હાઇ વે પર એક નાનકડી હોટલમાં સામાન્ય માણસની માફક ચા અને હળવા ગુજરાતી નાશ્તાનો આનંદ માણ્યો હતો.

rahul gandhi

ચૂંટણી પ્રભારી અશોક ગેહલોતે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે તથા મુખ્યમંત્રીએ આ રાષ્ટ્રધ્વજનો અસ્વીકાર કરતા કહ્યું હતું કે, આ રાષ્ટ્રધ્વજ મુકવાની જગ્યા નથી. આ વાત જાણીને મને ખૂબ દુઃખ થયું હતું. જ્યારે રાહુલ ગાંધીએ એનો સ્વીકાર કર્યો છે. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું, તમે સૌએ મહેનત અને પ્રેમથી 240 કિલોગ્રામનો આ ત્રિરંગો બનાવ્યો અને રાજ્યના મુખ્યમંત્રીએ સ્વીકારવાની ના પાડી દીધી. આ માત્ર તમારો નહીં, સમગ્ર ભારતનો રાષ્ટ્રધ્વજ છે. તેમણે કહ્યું કે, જગ્યા નથી. એમની પાસે તમારી મહેનત, પરસેવા માટે જગ્યા નથી. પરંતુ ગુજરાતના 5-10 ઉદ્યોગપતિઓ માટે આખા ગુજરાતની જગ્યા એમની પાસે છે. રૂપાણીજી અને મોદીજીના મનમાં એમના માટે જગ્યા છે, પરંતુ ગુજરાતના દલિતો, ગરીબો, પછાત વર્ગના લોકો માટે એમના મનમાં જગ્યા નથી. મોદીજી કે રૂપાણીજીએ દલિતો માટે આજ સુધી શું કર્યું? એક કામ કહો જે એમણે કર્યું હોય. ઉના કાંડ અને રોહિત વેમુલા. હું પહેલા પણ કહી ચૂક્યો છું, આજે પણ કહું છું, રોહિત વેમુલાએ આત્મહત્યા નહોતી કરી, ભારત સરકારે એની હત્યા કરી હતી. તમે પૂછ્યું, એ વખતે કોંગ્રેસ ક્યાં હતી? હું જવાબ આપું છું, એ સમયે હું હૈદ્રાબાદમાં હતો અને ઉના કાંડ સમયે અહીં પણ આવ્યો હતો, તમારી સાથે ઊભો હતો.

rahul gandhi

નોટબંધી અને જીએસટી પર પ્રહારો કરતા કહ્યું હતું કે, નોટબંધી દ્વારા મોદીજીએ લોકોના કાળા નાણાં ધોળા કરી આપ્યા. આ છે એમની નોટબંધી. અમિત શાહ અંગે મોદીજી કંઇ નથી બોલી રહ્યા, પહેલા કહેતા હતા, 'ના ખાઉંગા, ના ખાને દુંગા'. હવે એમણે ડાયલોગ બદલી કાઢયો છે, 'ના બોલુંગા, ના બોલને દુંગા.' તેમણે તો સંસદ પણ બંધ કરી રાખ્યું છે. દર વર્ષે નવેમ્બરમાં પાર્લામેન્ટ ખુલે છે, આ વખતે પાર્લામેન્ટ ચૂંટણી પહેલા નહીં ખુલે. એનું કારણ છે કે, મોદીજી નથી ઇચ્છતા કે પાર્લામેન્ટમાં જય શાહ કે રફાયેલ અંગે કોઇ ચર્ચા થાય. મારા મનમાં દલિતો માટે ખૂબ જગ્યા છે. વાત અસ્પૃશ્યતાની છે તો, હું કહેવા માંગુ છું કે, દરેક ભારતીયના મનમાંથી આ છોછ કાઢવો એ કોંગ્રેસની જવાબદારી છે.

English summary
Gujarat Election 2017: Congress VP Rahul Gandhi addressed Dalit Swabhiman Sabha at Sanand.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.