રાહુલ ગાંધીએ વાપીની હોટલમાં માણી કઢી ખીચડી

Subscribe to Oneindia News

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે ત્યારે દક્ષિણ ગુજરાતની મુલાકાત દરમિયાન વાપીમાં અચાનક સાદી હોટલ માં જમવાનું નક્કી કર્યું હતું. જ્યાં તેમને આપવામાં આવતી સુરક્ષા ને લઈને મોટો પ્રશ્ન ઉભો થાય તેમ હોવા છતાં પણ તેમણે લોકો વચ્ચે જઈ ને ડીનર કરવાનું નકકી કર્યું હતું. જ્યાં તેમને ગુજરાતી કઢી ખીચડી અને અન્ય ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો હતો. તેમની સાથે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ, ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ ભરતસિંહ સોલંકી, અર્જુનભાઇ મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ તેમજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે પણ ભોજન લીધું હતું.

rahul gandhi in gujarat

બીજી તરફ આ સમયે હોટેલમાં હાજર લોકો પણ નવાઈ પામી ગયા હતા. કારણ કે રાહુલ ગાંધી એક સામાન્ય નાગરિક ની જેમ લોકો સાથે ભળી ગયા હતા અને સેલ્ફી પણ ખેંચાવી હતી. સાથે સાથે સ્થાનિક પોલીસ અને એસપીજીના જવાનો તેમની સિક્યોરિટીને લઈને ચિંતા જોવા મળી હતી. રાહુલ ગાંધીએ આ સમયે બ્લુ ટી શર્ટ અને જીન્સ પહેર્યા હતા.

rahul gandhi in gujarat

ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ તેમને ભરૂચ માં ધોરણ 10માં અભ્યાસ. કરતી એક.કિશોરીએ સેલ્ફી પડાવવાનું કહેતા તેને બસની છત પર બોલાવી સેલ્ફી લીધી હતી. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી ભાજપ સામે આક્રમક છે તો બીજી બાજુ લોકો સાથે તે એક લોકનેતાની ઇમેજ જાણવી રાખવામાં તે સફળતા મેળવી રહ્યા છે. જેના લીધે આ વિધાનસભા ની ચૂંટણી માં ભાજપને છેલ્લા 22 વર્ષ ની સૌથી ટફ સ્થિતિ નો સામનો કરવો પડી રહયો છે.

English summary
Gujarat Election 2017 : Congress leader Rahul Gandhi enjoy Kadhi-khichdi at local hotel in Vapi yesterday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.