Gujarat Election: નવસારીમાં આપ નેતા રાઘવ ચઢ્ઢાનો ફિલ્મી અંદાજ, અમિતાભ સ્ટાઈલમાં કહ્યુ - અમારી પાસે કેજરીવાલ છે

બુધવારે આપની રેલીમાં રાઘવ ચઢ્ઢાએ એક નુક્કડ સભાને ગજવી જ્યાં તેમનો ફિલ્મી અંદાજ જોવા મળ્યો. જાણો તેમણે શું કહ્યુ.

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન થતા જ આમ આદમી પાર્ટીએ જોરદાર પ્રચાર શરુ કરી દીધો છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપરાંત આપના સ્ટાર પ્રચારકો તેમજ મોટા નેતાઓ ઉમેદવારના પક્ષમાં મેરેથોન રેલીઓને સંબોધિત કરી રહ્યા છે. આ ક્રમમાં આપના સીનિયર નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા પણ સતત પોતાની રેલીઓમાં ભાજપ પર નિશાન સાધી રહ્યા છે. બુધવારે આપની રેલીમાં રાઘવ ચઢ્ઢાએ એક નુક્કડ સભાને ગજવી જ્યાં તેમનો ફિલ્મી અંદાજ જોવા મળ્યો. અહીં તેમણે અમિતાભ સ્ટાઈલમાં કહ્યુ કે અમારી પાસે કેજરીવાલ છે.

Raghav Chadha

ગુજરાતના નવસારીમાં એક નુક્કડ સભાને સંબોધિત કરતી વખતે રાઘવ ચઢ્ઢા ભાજપ પર આક્રમક થઈ ગયા હતા. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યુ કે સ્વતંત્ર ભારતમાં જો કોઈ ઈમાનદાર નેતા છે તો તે અરવિંદ કેજરીવાલ છે અને જો કોઈ ઈમાનદાર પાર્ટી છે તો તે આમ આદમી પાર્ટી છે. ભાજપના 30 હજારના પેકેજ પર તેમણે કહ્યુ હતુ કે ગુજરાતની જનતાએ નક્કી કરવુ જોઈએ કે તેઓ ભાજપને વોટ આપીને વેપારીઓને 30 હજાર કરોડનો નફો કરાવવા માગે છે કે આપને મત આપીને લોકોને 30 હજાર કરોડનો નફો કરાવવા માંગે છે.

આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાની સભામાં ભારે ભીડ જોવા મળી હતી. આ દરમિયાન તેમણે ફિલ્મી સ્ટાઈલમાં ભાજપ પર કટાક્ષ કરતા કહ્યુ કે, આ ભાજપના લોકો આવીને અમને કહે છે કે અમારી પાસે એજન્સીઓ, ઈડી, સીબીઆઈ, ઈન્કમ ટેક્સ, પોલીસ, મીડિયા અને પૈસા છે, તમારી પાસે શું છે? તો અમે ભાજપના લોકોને કહીએ છીએ કે અમારી પાસે કેજરીવાલ છે. આટલુ જ નહિ, આપ નેતાએ કહ્યુ કે દરેક ગુજરાતીએ નક્કી કર્યુ છે કે આ વખતે તેઓ તેમના બાળકોનુ ભવિષ્ય પસંદ કરશે, તેઓ આમ આદમી પાર્ટીને પસંદ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X