For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ચૂંટણી : 3.19 લાખ પોસ્ટલ વોટ મહત્વની ભૂમિકા ભજવશે

|
Google Oneindia Gujarati News

gujarat-assembly
ગાંધીનગર, 20 ડિસેમ્બર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ની સૌથી રસપ્રદ બાબત એ છે કે સરકારી કર્મચારીઓના 25000થી વધુ પોસ્ટલ બેલેટ પેપર આવ્યા છે. જો આ મતો સરકારની વિરૂધ્ધમાં પડયા હશે તો કેટલાય ઉમેદવારોના ભાવિ બદલી નાખશે. કહેવામાં આવી રહ્યું છે કે સરકારી કર્મચારીઓએ તેમની માંગે પૂરી નહીં થવાથી સરકાર વિરૂધ્ધમાં મતદાન કર્યું છે.

દરેક બેઠકમાં સવારે 8 વાગ્યે સૌ પ્રથમ પોસ્ટલ બેલેટ પેપર દ્વારા પડેલા મતોની ગણતરી કરવામાં આવશે. આ ગણતરી અંદાજે બેથી ત્રણ કલાક ચાલશે. પરંતુ સમગ્ર પરિણામમાં મોડું ન થાય તે માટે પોસ્ટલ બેલેટ પેપરની સાથે જ 8.30 વાગ્યાથી ઈવીએમના મતોની ગણતરી કરવામાં આવશે. દરેક બેઠકમાં એકસાથે 14 ટેબલ પર 14 ઈવીએમની એક સાથે મતગણતરી કરાશે. આ 14 ઈવીએમના મતો ગણાઈ જાય ત્યારે એક રાઉન્ડ પૂર્ણ થયો ગણાશે.

આમ, જે બેઠકમાં સૌથી ઓછા બુથ હશે તેનું પરિણામ વહેલું આવશે. બાપુનગરમાં માત્ર 168 બુથ હોવાથી તેનું પરિણા સૌ પ્રથમ જાહેર થશે. જયારે ઘાટલોડિયામાં સૌથી વધુ 309 બુથ હોવાથી તેનું પરિણામ સૌથી છેલ્લું જાહેર થશે. જો કે ઈવીએમની ગણતરી પુરી કરતાં પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી પુરી કરવી ફરજિયાત છે. પોસ્ટલ બેલેટની ગણતરી બાકી હશે તો ઈવીએમના બે રાઉન્ડ બાકી રાખી પોસ્ટલ બેલેટ પુરા કરાશે.

અમદાવાદના કલેક્ટર વિજય નેહરાએ જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓના 25000થી વધુ મતો પોસ્ટલ બેલેટ પેપર દ્વારા આવ્યા છે. પોસ્ટલ બેલેટ પેપર માટે 21 બેઠકોના દરેક રિટર્નિંગ ઓફિસર દિઠ 45 પેટીઓ આવી છે. આ પેટીઓ કાલે ખોલવામાં આવશે.

આ ઉપરાંત ગુરૂવારે સવારે 8 વાગ્યા સુધીમાં પોસ્ટ વિભાગ દ્વારા દરેક રિટર્નિંગ ઓફિસરને જેટલા પણ પોસ્ટલ બેલેટ પેપર પહોંચાડાય તેને પણ ગણતરીમાં ધ્યાનમાં લેવાશે. મતગણતરી માટે કાઉન્ટિંગ આસિસ્ટન્ટ, કાઉન્ટિંગ સુપરવાઈઝર, અને માઈક્રો ઓબ્ઝર્વર મળીને કુલ 2400થી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે.

રાજ્યભરમાં 3.28 લાખથી વધુ પોસ્ટલ બેલેટ

ગુજરાતની ચૂંટણીમાં પોસ્ટલ બેલેટથી થયેલું મતદાન મોટો ભાગ ભજવશે, કેમ કે સરકારી કર્મચારીઓને ઈસ્યુ થયેલા 3 લાખ 19 હજાર પોસ્ટલ બેલેટ પૈકી મંગળવારે 8.30 વાગ્યા સુધીમાં 2 લાખ 40 હજાર કર્મચારીઓના પોસ્ટલ બેલેટ ચૂંટણી પંચને પરત મળી ચૂક્યા છે, જ્યારે પોલીસ દળ, બોર્ડરવિંગ હોમગાર્ડ, હોમગાર્ડ, એસઆરપી સહિતનાં 94 હજાર સુરક્ષા કર્મચારીઓને ઈસ્યુ થયેલાં ફોર્મ પૈકી 88 હજાર સુરક્ષાજવાનોએ વોટિંગ કર્યું છે.

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવાલે જણાવ્યું હતું કે, દરેક કાઉન્ટિંગ રૂમમાં ગુરુવારે સવારે 8.30 વાગે રેગ્યુલર વોટિંગની ગણતરી શરૂ થશે, એના અડધા કલાક પહેલાં દરેકે રૂમમાં અલગ ટેબલ ઉપર પોસ્ટલ બેલેટની અલગથી ગણતરી ચાલશે. મોટેભાગે 12મા રાઉન્ડ બાદ પોસ્ટલ બેલેટનો રાઉન્ડ થશે.

English summary
Gujarat Election : 3.19 Lakh postal votes are important.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X