For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: એક કલાકમાં સરેરાશ 4.5 ટકા મતદાન, અનેક સ્થળોએ ઈવીએમ ખોટવાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કા માટે 93 બેઠકો પર આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મતદાન થઈ રહ્યુ છે. એક કલાકમાં સરેરાશ 4.5 ટકા મતદાન...

|
Google Oneindia Gujarati News

Gujarat Election: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કા માટે 93 બેઠકો પર આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મતદાન થઈ રહ્યુ છે. એક કલાકમાં સરેરાશ 4.5 ટકા મતદાન નોંધાયુ છે. મહેસાણામાં અત્યાર સુધી સરેરાષ 6 ટકા મતદાન, બનાસકાંઠામાં અત્યાર સુધી 5 ટકા, સાબરકાંઠામાં અત્યાર સુધીમાં 5 ટકા મતદાન નોંધાયુ છે. મતદારોમાં સવારથી ઉત્સાહ દેખાઈ રહ્યો છે. મતદાન કેન્દ્રો પર સવારથી લાંબી લાઈનો જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદાનને પછાડે તેવો માહોલ દેખાઈ રહ્યો છે. શહેરી કરતા ગ્રામ્ય બેઠકો પર મતદાનમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

guj election

અમદાવાદના નારણપુરા તથા વડોદરાની પાદરા સીટ પર ઈવીએમ ખોટવાયા છે. જ્યારે મોડાસાના સીકામાં પણ ઈવીએમ ખોટવાયુ છે. સાવલીના ટુંડાવ ગામમાં 211 નંબર મતદાન મથકનુ ઈવીએમ ખોટવાયુ. વળી, મોડાસાના સીકા ગામમાં પણ ઈવીએમ ખોટવાયુ હોવાના અહેવાલ મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનો મત આપવા માટે ગાંધીનગરથી રવાના થઈ ચૂક્યા છે. ટૂંક સમયમાં તેઓ પોતાનો મત આપશે. વડાપ્રધાનના આગમનને પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે બૂથ નંબર 95, શીલજ અનુપમ સ્કૂલ ખાતે મતદાન કર્યુ.

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ પણ પોતાના મત આપ્યો હતો અને કહ્યુ હતુ કે, 'પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજમાં કોંગ્રેસને જંગી સમર્થન મળ્યું હતું. આજે ઉત્તર ગુજ અને મધ્ય ગુજરાતમાં મતદાન થવાનું છે અને તમે લાંબી કતારો જોઈ શકો છો. 8 ડિસેમ્બર આવવા દો, કોંગ્રેસ બહુમતી સાથે સત્તામાં આવશે.' મતદાન કરવા માટે લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. અમદાવાદમાં સખી મતદાન મથક પર વહેલી સવારથી જ લાંબી લાઈનો લાગી છે. સીનિયર સિટીઝનથી લઈને યુવાનોમાં મતદાન માટે ઉત્સાહ છે. વડોદરના અટલાદરમાં જ્ઞાન વત્સલ સ્વામી સહિત સ્વામીનારાયણના સંતો મતદાન કરવા ઊમટ્યા હતા.

English summary
Gujarat Election: 4.5% average voting in an hour, EVMs malfunctioned at many places
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X