For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: ટિકિટ ન મળતા ભાજપના 6 નેતાઓએ કર્યો બળવો, અપક્ષ તરીકે ફોર્મ ભર્યુ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન મળતા ભાજપમાં બળવો શરુ થઈ ગયો છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન મળતા ભાજપમાં બળવો શરુ થઈ ગયો છે. આવતા મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાના કારણે ભાજપના એક વર્તમાન ધારાસભ્ય અને ચાર પૂર્વ ધારાસભ્યો સહિત પક્ષના છ નેતાઓએ અપક્ષ તરીકે ફોર્મ ભર્યુ છે. પહેલા તબક્કામાં 89 સીટો પર યોજાનારી ચૂંટણી માટે ગુરુવારે ફોર્મ પાછુ લેવાનો છેલ્લો દિવસ હતો. બળવાખોરોએ આ સીટો પર પાર્ટી માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે.

bjp

ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય અને પક્ષના આદિવાસી ચહેરા હર્ષદ વસાવાએ એક અઠવાડિયા પહેલા નર્મદા જિલ્લાના નાંદોદમાંથી અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભર્યુ હતુ અને તે પાછુ ખેંચ્યુ ન હતુ. જૂનાગઢ જિલ્લામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ ઉમેદવારી પાછી ખેંચી ન હતી. ભાજપે તેમના બદલે કેશોદમાં વર્તમાન ધારાસભ્ય દેવાભાઈ માલમને ટિકિટ આપ્યા બાદ તેઓ નારાજ થયા હતા. ગુરુવારે ભાજપના એક વર્તમાન ધારાસભ્ય અને બે ભૂતપૂર્વ ધારાસભ્યોએ પણ બીજા તબક્કાની 5 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી માટે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.

ભાજપે વાઘોડિયાથી છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્તવને આ વખતે ટિકિટ ન આપ્યા બાદ તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે આ બેઠક પરથી અશ્વિન પટેલને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ કે જે 'દીનુ મામા' તરીકે પણ ઓળખાય છે, તેમણે વડોદરા જિલ્લાની પાદરા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. હાલમાં કોંગ્રેસ હસ્તક આ બેઠક પરથી ભાજપે ચૈતન્યસિંહ ઝાલાને ટિકિટ આપી છે.

બાયડ બેઠકના કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, જેઓ ભાજપમાં જોડાયા હતા પરંતુ 2020ની પેટાચૂંટણીમાં કોંગ્રેસના જશુ પટેલ સામે હારી ગયા હતા તેમણે ભાજપે ટિકિટ ન આપતા હવે અપક્ષ તરીકે ફોર્મ ભર્યુ છે. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા બેઠક પર ભાજપના નેતા માવજી દેસાઈએ ગુરુવારે પક્ષ દ્વારા ટિકિટ ન અપાતા અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. 2017માં તેઓ કોંગ્રેસના નાથાભાઈ પટેલ સામે હારી ગયા હતા. અગાઉ હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપને બળવાખોરોનો સામનો કરવો પડ્યો હતો. ટિકિટની વહેંચણી બાદ પાર્ટીના ઘણા નેતાઓએ બળવો કર્યો હતો, જે બાદ પાર્ટીએ બળવાખોર નેતાઓને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો અને ઘણા નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

English summary
Gujarat Election: 6 BJP leaders file nomination as independent because of not getting ticket
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X