Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને અરવિંદ કેજરીવાલે કરી મોટી ભવિષ્યવાણી
દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે એબીપી ન્યૂઝના એક કાર્યક્રમમાં મોટુ નિવેદન આપ્યુ છે.
Gujarat Election: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બધા રાજકીય પક્ષોએ પ્રચાર-પ્રસારમાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો તે આવનારી ગુજરાત વિધાનસભા અને એમસીડી ચૂંટણી એમ બેવડા પડકારોનો સામનો કરી રહી છે. દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે એબીપી ન્યૂઝના એક કાર્યક્રમમાં મોટુ નિવેદન આપ્યુ છે.

અરવિંદ કેજરીવાલે કહ્યુ કે ભાજપ માટે આમ આદમી પાર્ટી એકમાત્ર પડકાર છે, તેથી બંને જગ્યાએ એક જ સમયે ચૂંટણી થવી જોઈએ. અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યુ કે તેઓ આધુનિક સમયના અભિમન્યુ છે માટે તેમને ભાજપના આ ચક્રવ્યૂહમાંથી કેવી રીતે બહાર નીકળવુ તે આવડે છે. તેમણે કહ્યુ કે બંને ચૂંટણીમાં લોકોનુ સંપૂર્ણ સમર્થન મળી રહ્યુ છે. જનતા અમારી સાથે છે, ચક્રવ્યૂહ એમની સાથે છે.
ગુજરાતમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે મતો વહેંચાઈ જાય છે. આ દરમિયાન ત્રીજા પક્ષ માટે ક્યાં છે સ્થાન? આ સવાલના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યુ કે કોઈ પણ વસ્તુને સ્થિર માની શકાય નહિ. હું કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલાને માન આપુ છુ. તેઓ તેમના સમયના સારા નેતા હતા પરંતુ આ વખતે ચમત્કાર થઈ રહ્યો છે. અરવિંદ કેજરીવાલે એક ખાસ મુલાકાતમાં આગાહી કરી કે આ ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 5 સીટો મળશે. કાર્યક્રમ દરમિયાન તેમણે આ વાત કાગળ પર લેખિતમાં પણ આપી હતી.
અરવિંદ કેજરીવાલે અગાઉ પણ મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે ગુજરાતની જનતાને માત્ર આમ આદમી પાર્ટી પાસેથી જ આશા છે. રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોમાં ભાજપ અને કોંગ્રેસનો વોટ શેર સતત ઘટી રહ્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટી સતત આગળ વધી રહી છે. રાજકીય નિષ્ણાતોનુ માનવુ છે કે કેજરીવાલે જે રીતે કોંગ્રેસ વિશે ભવિષ્યવાણી કરી છે તેણે કોંગ્રેસ કેડરને એવો સંદેશ આપ્યો છે કે હવે રાજ્યમાં કોંગ્રેસનુ મેદાન સંપૂર્ણપણે સરકી ગયુ છે. આ સ્થિતિમાં ભાજપ માટે આમ આદમી પાર્ટી એકમાત્ર વિકલ્પ છે. ભાજપને માત્ર આમ આદમી પાર્ટી ટક્કર આપી શકે છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ધર્મ પ્રમાણે સમીકરણો જોઈએ તો હિંદુ 88.57%, મુસ્લિમ 9.67%, ખ્રિસ્તીઓ 0.52%, શીખ 0.10% અને જૈન 0.96% છે. 2017ની ચૂંટણીમાં ભાજપે 182 બેઠકોમાંથી 99 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી. અન્ય પક્ષોએ 6 બેઠકો જીતી હતી. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં 89 અને 93 બેઠકો પર મતદાન થશે. 8 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે.












Click it and Unblock the Notifications
