For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: મતદાન પહેલા ભાજપ ઉમેદવાર પર હુમલો, કોંગ્રેસ પર આરોપ

નવસારીમાં મતદાન પહેલા ભાજપના ઉમેદવાર પર હુમલો થયો છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Election: નવસારીમાં મતદાન પહેલા ભાજપના ઉમેદવાર પર હુમલો થયો છે. વાંસદા વિધાનસભાના ભાજપના ઉમેદવાર પિયુષ પટેલના વાહન પર લોકોએ હુમલો કર્યો હતો. પિયુષ પટેલને માથામાં ઈજા થઈ હતી. હુમલામાં પિયુષ પટેલની કારને પણ નુકસાન. કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થકો પર મારપીટનો આરોપ છે. નારાજ પિયુષ સમર્થકોએ પોલીસ સ્ટેશનમાં સૂત્રોચ્ચાર કર્યા.

bjp

પિયુષ પટેલ પર હુમલા અંગે વાંસદા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર અમંત પટેલના સમર્થકો પર હુમલાનો આરોપ લગાવ્યો છે. ભાજપે કહ્યુ કે કોંગ્રેસ મતદાન પહેલા સંપૂર્ણ પ્લાનિંગ સાથે આ હુમલો કર્યો છે. આ હુમલામાં પિયુષ પટેલ સાથે રહેલા 4થી 5 ભાજપ કાર્યકરો પણ ઘાયલ થયા હતા. આ સાથે કાફલામાં રહેલા 3થી 4 વાહનોને પણ નુકશાન થયુ છે.

હુમલા બાદ ભાજપના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો અને કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વાંસદા તાલુકાના ઝરી ગામમાં અજાણ્યા લોકોએ એક વાહન પર હુમલો કર્યો હતો. જેમાં પિયુષ અને ભાજપના કેટલાક કાર્યકરો મુસાફરી કરી રહ્યા હતા.

English summary
Gujarat Election: Attack on BJP candidate Piyush Patel from Vansda assembly seat of navsari
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X