Gujarat AElection: ડીસાથી ભરત ધુંખને ના મળી ટિકિટ, અપક્ષથી લડવાની કરી જાહેરાત
ભારતીય જનતા પાર્ટીએ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે ગુજરાત ચૂંટણીમાં 160 બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ સાથે હવે બનાસકાંઠાની ડીસા બેઠક પર બીજેપીએ પ્રવિણ ભાઇ
ભારતીય જનતા પાર્ટીએ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે ગુજરાત ચૂંટણીમાં 160 બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ સાથે હવે બનાસકાંઠાની ડીસા બેઠક પર બીજેપીએ પ્રવિણ ભાઇ માળીને ટિકિટ આપી છે.

ડીસામાં પ્રવિણ માળીને ટિકિટ મળતા ઠાકોર સમાજના આગેવાન ભરત ધુંખ નારાજ થયા છે. ભરત ધુંખે ફેસબુક પર પોસ્ટ લખી બીજેપી પર નિશાન સાંધ્યું છે. આ ઉપરાંત ભર ધુંખે અપક્ષમાંથી ડીસા બેઠક પર ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી છે.
ભરત ધુંખે પોતાની ફેસબુક પોસ્ટમાં બીજેપી પર ઠાકોર સમાજને અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે લખ્યું કે ડીસા તાલુકાના ઠાકોર સમાજ ની અવગણા બીજેપીને ભારે પડશે. ભુતકાળમાં પણ ઠાકોર સમાજ સાથે અન્યાય કરેલ છે એ સમાજ ને ભારતીય જનતા પાર્ટીએ ટીકીટ આપી છે. આ ચુંટણી મા જડબાતોડ જવાબ આપવા માટે હુ ડીસા 13 વિધાનસભાની ચુંટણી મા અપક્ષ ઉમેદવાર તરીકે મારી ઉમેદવારી નોધાવી રહ્યો છુ તો ડીસા શહેર અને તાલુકાના મતદારો ને વિનંતી છેકે મને સાથ સહકાર આપજો.












Click it and Unblock the Notifications
