For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: ભાજપ આજે જાહેર કરશે 100થી વધુ ઉમેદવારોની પહેલી યાદી

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બાદ આજે ભાજપ ઉમેદવારોની તેની પ્રથમ યાદી જાહેર કરશે.

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ દરમિયાન બુધવારે રાતે દિલ્લીમાં પીએમ મોદી સાથે ભાજપની બેઠકમાં ટિકિટને લઈને ચાર કલાક સુધી મનોમંથન કરવામાં આવ્યુ. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બાદ આજે ભાજપ ઉમેદવારોની તેની પ્રથમ યાદી જાહેર કરશે. આજે સવારે 10થી 11 વાગ્યાની આસપાસ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ આ ઉમેદવારોની યાદી જાહેર કરશે.

patil

જો કે મીડિયાના અહેવાલો મુજબ ઉમેદવારોને મોડી રાતે ફોન કરાયા હોવાની ચર્ચાઓ તેજ થઈ છે. પાર્લામેન્ટરી બેઠક બાદ ફોન થયા હોવાનુ માહિતી છે. જે મુજબ જસદણ બેઠક પરથી કુંવરજી બાવળિયા, ગોંડલમાં ગીતાબા જાડેજા, જેતપુરમાં જયેશ રાદડિયાની ટિકિટ ફાઈનલ હોવાનુ કહેવાય છે. સુરત પૂર્વમાં અરવિંદ રાણા, સુરત ઉત્તરમાં કાંતિ બલર, વરાછામાં કિશોર કાનાણી, કરંજમાં પ્રવીણ ઘોઘોરી, લિંબાયતમાં સંગીતા પાટિલ, કતારગામમાં વીનુ મોરડિયાને ટિકિટ આપી હોવાના અહેવાલ છે. વળી, મજૂરાથી હર્ષ સંઘવી, સુરત પશ્ચિમમાં પૂર્ણેશ મોદી, કામરેજ પર વીડી ઝાલાવાડિયાને ટિકિટ આપવાના અહેવાલ છે.

તમને જણાવી દઈએ કે બુધવારે સાંજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી, પૂર્વ ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલ, ભૂપેન્દ્ર ચુડાસમા, સૌરભ પટેલ, આરસી ફળદુ, પ્રદીપસિંહ જાડેજા જેવા દિગ્ગજ નેતાઓએ ભાજપ પ્રમુખ સીઆર પાટિલને પત્ર લખીને ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરી હતી. ઉમેદવારોને લઈને 75 વર્ષની વય મર્યાદા નક્કી કરવાની માહિતી પણ છે. વળી, કોઈપણના પરિવારજનોને ટિકિટ નહિ મળે તેવી પણ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. ઘણી જગ્યાએ નો રિપીટ થિયરી પણ આવે તેવુ લાગી રહ્યુ છે.

English summary
Gujarat Election: BJP will announce its candidates first list today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X