For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: ગુજરાતમાં ભાજપ સરકાર નહિ બનાવે, AAPએ એક્ઝીટ પોલ ફગાવ્યા, 100થી વધુ સીટ જીતવાનો કર્યો દાવો

આમ આદમી પાર્ટીએ એક્ઝીટ પોલને ફગાવીને ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં 182 બેઠકો માટેનુ બંને તબક્કાનુ મતદાન પૂરુ થઈ ચૂક્યુ છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં જ વિવિધ ચેનલોના એક્ઝીટ પોલ સામે આવ્યા. જેમાં લગભગ બધા એક્ઝીટ પોલ મુજબ ગુજરાતમાં ભાજપ સરકાર બનાવી રહી છે. જો કે, આમ આદમી પાર્ટીએ એક્ઝીટ પોલને ફગાવીને ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈશુદન ગઢવીએ કહ્યુ કે એક્ઝીટ પોલ દ્વારા પરિણામોનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. ગુજરાતમાં ભાજપ સરકાર નહિ બનાવે. ઈશુદાન ગઢવીએ દાવો કર્યો કે અમે પહેલા તબક્કામાં 51થી વધુ અને બીજા તબક્કામાં 52થી વધુ સીટો જીતીશુ. એક્ઝીટ પોલ ખોટા સાબિત થશે. રાજ્યમાં ભાજપનુ પતન થઈ રહ્યુ છે.

Isudan Gadhavi

મતદાન પછી આવેલા લગભગ બધા એક્ઝીટ પોલમાં અનુમાન લગાવવામાં આવ્યુ છે કે ગુજરાતમાં ભાજપ એક વાર ફરીથી સરકાર બનાવી શકે છે તેમજ હિમાચલ પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થવાની સંભાવના છે. એબીપી-સી વોટર સર્વે મુજબ ગુજરાતમાં ભાજપનને 128થી 140 સીટો, કોંગ્રેસને 31થી 43 સીટો, આપને 11 સીટો મળી શકે છે. જ્યારે ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝીટ પોલમાં ભાજપને 129થી 151 સીટો, કોંગ્રેસને 16થી 30 સીટો અને આપને 9-11 સીટો મળવાનુ અનુમાન છે. આ ઉપરાંત ન્યૂઝ એક્સ-જન કી બાતના એક્ઝીટ પોલમાં ભાજપને 117થી 140 સીટો, કોંગ્રેસને 34થી 51 સીટો અને આપને 6-13 સીટો મળવાનુ અનુમાન લગાવવામાં આવ્યુ છે. રિપબ્લિક ટીવી-પીમાર્કના એક્ઝીટ પોલ મુજબ ભાજપને 128થી 148 સીટો, કોંગ્રેસને 30થી 42 સીટો, આપને 2-10 સીટો મળી શકે છે. ટીવી9 ગુજરાતીના એક્ઝીટ પોલમાં ભાજપને 125-130, કોંગ્રેસ-રાંકાપાને 40-50 સીટો અને આપને 3-5 સીટો મળવાનુ અનુમાન લગાવવામાં આવ્યુ છે.

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી બાદ આવેલ એક્ઝીટ પોલમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝીટ પોલમાં કોંગ્રેસને 30-40 સીટો, ભાજપને 24-34 સીટો મળી શકે છે. ન્યૂઝ 24-ટુડેઝ ચાણક્ય મુજબ ભાજપ અને કોંગ્રેસને 33-33 સીટો મળી શકે છે. વળી, ઈન્ડિયા ટીવી-મેટ્રિઝ મુજબ ભાજપને 35-40 સીટો અને કોંગ્રેસને 26-31 સીટો મળવાનુ અનુમાન છે. ન્યૂઝ-એક્સ જન કી બાતના એક્ઝીટ પોલ મુજબ ભાજપને 32-40 અને કોંગ્રેસને 27થી 34 સીટો મળી શકે છે. વળી, હિમાચલ પ્રદેશ નગર નિગમ ચૂંટણી માટે મોટાભાગના એક્ઝીટ પોલે આપની ભારે જીતનુ અનુમાન લગાવ્યુ છે.

English summary
Gujarat Election: BJP will not form govt, exit polls will be proved wrong says Isudan Gadhavi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X