• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત ચૂંટણીઃ જાણો સૌરાષ્ટ્રમાં કેટલા ઉમદવારી પત્રો ભરાયા

|
gujarat assembly election
રાજકોટ, 25 નવેમ્બર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે નામાંકન પત્રો દાખલ કરવાના છેલ્લા દિવસે સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિતના જિલ્લાઓમાં ઉમેદવારો દ્વારા નામાંકન પત્રો દાખલ કરવામાં આવ્યા છે. અહીં કયા જિલ્લામાં કેટલા ઉમેદવારો દ્વારા નામાંકનપત્રો દાખલ કરવામાં આવ્યા છે તેની માહિતી આપવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં વધુ ૧૭૦ નામાંકન પત્રો દાખલ થયા

રાજકોટ જિલ્લામાં વિધાનસભાની બેઠકો પર ઉમેદવારી નોંધાવવાના આજે છેલ્લા દિવસે ૧૭૦ નામાંકન પત્રો દાખલ થયા હતા. જ્યારે, ૧૦૫ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તા.૨૮.૧૧.૧૨ સુધીમાં ઉમેદવારી પત્રકો પરત ખેંચી શકાશે. એ બાદ ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્‍ટ થઇ શકશે. ઉમેદવારીની વિગતો જોઇએ તો,

મોરબીમાં ભાજપના કાંતિલાલ અમૃતિયા અને જયોત્સનાબેન અમૃતિયા, બસપાના મનુભાઇ સોલંકી અને સાગઠિયા ભૂપેન્દ્રભાઇ, અપક્ષ સર્વ શિરાઝભાઇ પોપટિયા, વિનોદભાઇ મકવાણા, વર્ષાબેન ધુમલિયા, વિવેકભાઇ મિરાણીએ પોતાના નામાંકનપત્ર દાખલ કર્યા હતા.

ટંકારામાં બસપાના ટોળિયા હમીરભાઇ અને પરશોતમભાઇ ચૌહાણ, કોંગ્રેસના મગનભાઇ ધનજીભાઇ વડાવિયા અને કાનજીભાઇ રઘુભાઇ ભાગિયા, અપક્ષ સર્વ વલમજીભાઇ ભાડજા, મનજીભાઇ પડસુંબિયા, લલીતભાઇ કગથરા તથા હેતલબેન મકવાણાએ નામાંકનપત્ર દાખલ કર્યા હતા.

વાંકાનેરમાં જીપીપીના બાવરવા પરશોતમ વેરશી તથા બાવરવા કૈલાસભાઇ વેરશી, ભાજપના જિતેન્દ્ર કાંતિલાલ સોમાણી તથા ગોરધનભાઇ સરવૈયા, બસપાના ભરતભાઇ કાંતિભાઇ ઓઝા તેમજ અપક્ષ સર્વ નવઘણભાઇ ઘોરિયા, જગદીશ મકવાણા, પડાયા મનસુખભાઇ, અશોકભાઇ સોરાણી, હરજી અમરજી રાણેવાડિયા, હસમુખ બાબુભાઇ ભૂત, દેવરાજભાઇ ધોરિયા, નઝરૂદીન વલીમામદ, આરીફ દાતારી, ભરતભાઇ કાંતિભાઇ ઓઝાએ ફોર્મ ભર્યા હતા.

રાજકોટ પૂર્વ માટે કોંગ્રેસના ઇન્દ્રનિલભાઇ સંજયભાઇ રાજ્યગુરુ તથા ખીમજીભાઇ ટીડાભાઇ મકવાણા, બસપાના માધુભાઇ ગોહેલ, જીપીપીના પ્રવીણભાઇ આંબલિયા, અપક્ષ સર્વ દેવરાજભાઇ ગઢિયા, નરેશભાઇ જેરામભાઇ મકવાણા, સતુભાઇ અમરસંગ જાડેજા, પ્રવીણભાઇ રોજાસરા, અફઝલભાઇ એહમદભાઇ મહેતર, હાસમભાઇ ડેલા અને ફીરોજભાઇ ચૌહાણે ફોર્મ ભર્યું હતું.

રાજકોટ પશ્ચિમની બેઠક માટે જીપીપીના જયદીભાઇ જેંતિભાઇ માકડિયા, કોંગ્રેસના અતુલભાઇ રસિકભાઇ રાજાણી અને નીતિન સુરેશભાઇ નથવાણી, રાષ્‍ટ્રીય ક્રાંતિકારી સમાજવાદી પાર્ટીના નરશીભાઇ ઠોળિયા, અપક્ષ સર્વ રસીલાબેન ચૌહાણ, પ્રકાશભાઇ ગર, રાષ્‍ટ્રીય ક્રાંતિકારી સમાજવાદી પાર્ટીના નરશીભાઇ ઠોળિયા, અપક્ષ સર્વ રસીલાબેન ચૌહાણ, ધર્મેશભાઇ ઉપાધ્યાયે પોતાના નામાંકનપત્ર દાખલ કરાવ્યા હતા.

એજ પ્રકારે રાજકોટ દક્ષિણ બેઠક માટે બસપાના નવઘણભાઇ સોરિયા અને નિખીલભાઇ નિમાવત, કોંગ્રેસના મિતુલભાઇ હિંમતભાઇ દોંગા અને પરેશભાઇ મનજીભાઇ ગજેરા, ભાજપના વિનુભાઇ કિયાડા, જીપીપીના રશ્મિનભાઇ કાચા અને ગાંગાણી મનોજભાઇ, અપક્ષ સર્વ મુકેશભાઇ સતાસિયા, રઘુભાઇ ઘોડાસરાએ પોતાના નામાંકનપત્ર દાખલ કર્યા હતા.

રાજકોટ ગ્રામ્યની બેઠક માટે જીપીપીના લાખાભાઇ હરિભાઇ પરમાર, કોંગ્રેસના લાખાભાઇ સાગઠિયા અને માવજીભાઇ સાગઠિયા, અપક્ષ સર્વ કલ્પેશભાઇ વાઘેલા, હર્ષદભાઇ મકવાણા, કૈલાશ પરમાર, લખમણભાઇ ચાવડા, પ્રવીણભાઇ દેગડા, લક્ષ્‍મણભાઇ સાગઠિયાએ ફોર્મ ભર્યા હતા.

જસદણ બેઠક માટે સમાજવાદી પાર્ટીના રતિભાઇ ડોબરિયા, કોંગ્રેસના ગુણવંતભાઇ વાલાણી, જીપીપીના વાઘજીભાઇ વેકરિયા, અખિલ ભારતીય હિન્દુ મહાસભાના ભારતભાઇ જાની, બસપાના દિનેશ ગોરી, ઇન્ડિયન જસ્ટીસ પાર્ટીના હુસેનભાઇ કામદાર, અપક્ષ સર્વ મોતીભાઇ રાજપરા, અમરાભાઇ ત્રમટા, વલ્લભભાઇ બાંભણિયા, અપક્ષ શૈલેશભાઇ બી. રાવળ, ચનાભાઇ રોજાસરા, વિપુલભાઇ છાયાણીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ગોંડલ બેઠક ભાજપના જયરાજસિંહ જાડેજા અને રમેશભાઇ ધડુક, એનસીપીના ચંદુભાઇ વઘાસિયા અને સવિતાબેન વઘાસિયા, અપક્ષ સર્વ પોપટભાઇ જાસોલિયા, ગોપાલભાઇ ભૂવા, અશોકભાઇ ઠુમ્મરે ફોર્મ ભર્યા હતા.

જેતપુર માટે બીજેપીના જસુમતીબેન કોરાટ અને મનસુખભાઇ ખાચરિયા, કોંગ્રેસના જયેશભાઇ વિઠ્ઠલભાઇ રાદડિયા, સમાજવાદી પાર્ટીના અશોકભાઇ ભૂત, જીપીપીના જગદીશભાઇ પાંભર, ડેમોક્રેટિક ભારતીય સમાજના શામજીભાઇ રાઠોડ, અપક્ષ સર્વ દેવર્ષિભાઇ મકવાણા, મુકુંદભાઇ દુધાત્રા, અમરૂભાઇ ડેર, જગદીશભાઇ પાંભર, મંગાભાઇ સોંદરવા, રાદડિયા જયેશભાઇ મથુરભાઇ, રફીકભાઇ મકરાણી, રહીમભાઇ સોલંકી, કંટારિયા ખીમજીભાઇ, શબીરભાઇ ચોટલિયા, મકવાણા રફીકભાઇએ ફોર્મ ભર્યા હતા.

ધોરાજીમાં જીપીપીના જગદીશભાઇ રતનશીભાઇ અને વોરા શંભુભાઇ, ભાજપના હરિભાઇ પટેલ અને પટેલ મંજુલાબેન, કોંગ્રેસના વિઠ્ઠલભાઇ રાદડિયા અને રણછોડભાઇ કોયાણી, એલજીપીના અશરફ જુબેર, જેડીયુના વિમલભાઇ કેસરિયા, અપક્ષ સર્વ સાંગાભાઇ ડાભી, રસિકભાઇ સંઘી, અશોકભાઇ સોંદરવા, શાહનવાજ બુખારી, રમણિકભાઇ સોજીત્રા, હસમુખભાઇ ગજેરા, રાજેશભાઇ કાલાવડિયા, આરીફ અબ્દુલ સતાર ભેંસાણિયા, અમીનભાઇ સમા, ઇમ્તિયાજ બકાલી, કીર્તિકુમાર મારવણિયાએ ફોર્મ ભર્યા હતા. આમ, આજે ઉમેદવારો દ્વારા કૂલ ૧૭૦ ફોર્મ ભરવામાં આવ્યા હોવાનું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરે જણાવ્યું હતું.

ઉના વિધાનસભા મત વિસ્તાર માં ચાર ઉમેદવારી પત્ર ભરાયા

જિલ્લાની ૯૩-ઉના વિધાનસભા મત વિસ્‍તારની બેઠકમાં આજે ચાર ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં (૧) વાળા રામભાઇ પુનાભાઇ (ભારતીય જનતા પાર્ટી), (૨) રાઠોડ કાળુભાઇ ચનાભાઇ (ભારતીય જનતા પાર્ટી), (૩) વંશ પુંજાભાઇ ભીમાભાઇ (ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસ) અને રાઠોડ બાબુભાઇ વેલાભાઇ (ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસ) એ ઉમેદવારી પત્ર ભરેલ છે. તેમ જિલ્‍લા ચૂંટણી શાખા, જૂનાગઢ દ્વારા જણાવવામાં આવેલ છે.

કેશોદ વિધાનસભા મત વિસ્તારમાં આજે ૧૪ ઉમેદવારી પત્રો ભરાયા

જિલ્લાની ૮૮-કેશોદ વિધાનસભા મતવિસ્તારમાં આજે ૧૪(ચૈાદ) ઉમેદવારી પત્રો ભરાયા છે. આ ઉમેદવારી પત્રો ભરનારામાં (૧) હડીયા નરેન્દ્રભાઇ કાળાભાઇ (રાષ્ટ્રીય ક્રાંતિકારી સમાજવાદી પાર્ટી) (૨) ખાનપરા મહેશભાઇ છગનભાઇ (અપક્ષ) (૩) ચાંડેરા ગોવીંદભાઇ દેવશીભાઇ (બહુજન સમાજ પાર્ટી) (૪) ચુડાસમા મેરામણભાઇ અરશીભાઇ (ગુજરાત પરિવર્તન પાર્ટી) (૫) કોટડીયા મગનભાઇ કરશનભાઇ (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ), (૬) સોલંકી રસીક પ્રાગજીભાઇ (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ), (૭) નંદાણીયા જગદિશભાઇ કરશનભાઇ (અપક્ષ), (૮) લાડાણી અરવીંદ કેશવભાઇ ( ભાજપ), (૯) ડાભી કાંતીલાલ કાળાભાઇ (ભાજપ), (૧૦) જીટીયા ધીરૂભાઇ હીરાભાઇ (અપક્ષ), (૧૧) પંડ્યા અજયકુમાર નૌતમલાલ (અપક્ષ), (૧૨) ગજેરા હરસુખભાઇ કરમશીભાઇ (અપક્ષ), (૧૩) રામ કાનાભાઇ નારણભાઇ (અપક્ષ), (૧૪) બાનવા જેબુનબેન યાકુબશા (લોકજનશક્તિ પાર્ટી) નો સમાવેશ થાય છે. તેમ ચુંટણી અધિકારી વિધાનસભા મત વિસ્તાર--કેશોદ અને પ્રાંત અધિકારી -કેશોદ દ્વારા જણાવવામાં આવેલ છે.

સોમનાથ વિધાનસભા મત વિસ્તારમાં આજે ૧૭ ઉમેદવારી પત્રો ભરાયા

જિલ્લાની ૯૦-સોમનાથ વિધાનસભા મતવિસ્તારમાં આજે ૧૭(સત્તર) ઉમેદવારી પત્રો ભરાયા છે. આ ઉમેદવારી પત્રો ભરનારામાં (૧) મહિડા મામનભાઇ મુસાભાઇ (અપક્ષ) (૨) પંજા હારૂનભાઇ ઈસ્‍માઇલભાઇ (અપક્ષ) (૩) પટેલ ઉમેશભાઇ ચંપકભાઇ (અપક્ષ) (૪) ગઢીયા ગુલામશબ્બીર હાજી ઈબ્રાહીમ (અપક્ષ) (૫) બારડ જશાભાઇ ભાણાભાઇ (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ), (૬) બારડ દિલીપભાઇ જશાભાઇ (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ), (૭) પટણી યુનુસભાઇ સીદીકભાઇ (અપક્ષ), (૮) કક્કડ ચેતનભાઇ હરસુખભાઇ (અપક્ષ), (૯) જોટવા રાજશીભાઇ વીરાભાઇ ( ભાજપ), (૧૦) ગઢીયા યુસુફભાઇ હીરાભાઇ (અપક્ષ), (૧૧) સોલંકી પ્રદિપસિંહ મસરીભાઇ (અપક્ષ), (૧૨) ચુડાસમા હિરાભાઇ મસરીભાઇ (અપક્ષ), (૧૩) ભેડા હરેશભાઇ નાથાભાઇ (અપક્ષ), (૧૪) ગોહેલ નરેન્‍દ્રકુમાર (રવી) કાનજીભાઇ (અપક્ષ), (૧૫) સાગર વિનોદકુમાર બાલુભાઇ (અપક્ષ), (૧૬) રૂધાણી સતિષકુમાર તુલશીદાસ (અપક્ષ), (૧૭) કાનાબાર રાજેશભાઇ ધીરજલાલ (અપક્ષ) નો સમાવેશ થાય છે. તેમ જિલ્‍લા ચૂંટણી શાખા, જૂનાગઢ દ્વારા જણાવવામાં આવેલ છે.

વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં આજે ૯ ઉમેદવારી પત્રો ભરાયા

જિલ્લાની ૮૭-વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં આજે ૯ (નવ) ઉમેદવારી પત્રો ભરાયા છે. આ ઉમેદવારી પત્રો ભરનારામાં (૧) ઈટોળીયા વલ્લભભાઇ ડાયાભાઇ (અપક્ષ) (૨) પાનસુરીયા ગોગન ભગવાનભાઇ (જી.પી.પી.) (૩) ભાલાળા કનુભાઇ મેપાભાઇ (ભાજપ) (૪) કરશનભાઇ નારણભાઇ વાડોદરીયા (ભારાકો) (૫) પદમાણી મધુભાઇ જીવાભાઇ (ભારતીય જનતા પાર્ટી), (૬) માંગરોળીયા રતીલાલ ફુલાભાઇ (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ), (૭) ચૈાહાણ સુલતાનભાઇ મિરાજીભાઇ (અપક્ષ), (૮) મકવાણા વજુભાઇ રૂડાભાઇ (અપક્ષ) , (૯) ડાંગર રાજેશભાઇ જીવાભાઇ ( અપક્ષ) તેમ ચુંટણી અધિકારી વિધાનસભા મત વિસ્‍તાર-વિસાવદર અને પ્રાંત અધિકારી -વિસાવદર દ્વારા જણાવવામાં આવેલ છે.

સુરેન્‍દ્રનગર જિલ્લામાં ૬૮ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી

વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૧૨ અન્વયે સુરેન્‍દ્રનગર જિલ્લાની દસાડા, વઢવાણ, લીંબડી, ચોટીલા અને ધ્રાંગધ્રાની મળી કુલ પાંચ બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાના આજના સાતમા અને અંતિમ દિવસે ૬૮ ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો ભરતાં અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ મળી ૧૦૦ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

English summary
last day of gujarat assembly election 2012 nomination papers submission, many candidates filed his nomination papers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more