For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: પરેશ ધાનાણી સાઈકલ પર ગેસ સિલિન્ડર મૂકી પરિવાર સાથે મત આપવા નીકળ્યા, જુઓ Video

અમરેલીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ તેમના પરિવાર સાથે સાયકલ પર પ્રતિકાત્મક વિરોધ કરીને મતદાન કર્યુ.

|
Google Oneindia Gujarati News

Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે સૌરાષ્ટ્રના રાજકારણ માટે મહત્વનો દિવસ છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર ચાલી રહ્યુ છે. ત્યારે અમરેલીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ તેમના પરિવાર સાથે સાયકલ પર પ્રતિકાત્મક વિરોધ કરીને મતદાન કર્યુ. તેઓ પરિવાર સાથે સાઈકલની પાછળ ગેસનુ સિલિન્ડર, તેલનો ડબ્બો લઈને મતદાન કરવા પહોંચ્યા હતા.

paresh dhanani

પરેશ ધાનાણીની સાથે તેમની મોટી દીકરીએ પહેલી વાર મતદાન કર્યુ છે. તે પણ સાઈકલ પર તેલનો ડબ્લો લઈને પ્રતિકાત્મક વિરોધ કરીને મતદાન કરવા પહોંચી હતી. આ સાથે તેમના માતાપિતા, પત્ની, બીજી દીકરી અને તેમના ભાઈ પણ મતદાન કરવા પહોંચ્યા હતા. પરેશ ધાનાણીએ મત આપ્યા બાદ કહ્યુ કે ભાજપ સરકારની નિષ્ફળતાને કારણે ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારી વધી છે. ગેસ અને ઈંધણના ભાવ આસમાને પહોંચ્યા છે, શિક્ષણનુ ખાનગીકરણ થયુ છે. સત્તાનુ પરિવર્તન થશે અને કોંગ્રેસ આવશે.

તમને જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનો એક વીડિયો થોડા દિવસ પહેલા વાયરલ થયો હતો. જેમાં પરેશ ધાનાણી અને તેમના નાના ભાઈ શરદ ધાનાણી ભાજપ ચૂંટણી કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને ભાજપના દિગ્ગજ નેતાઓ પાસેથી આશીર્વાદ લીધા હતા. થોડી વાર માટે સન્નાટો છવાઈ ગયો હતો. આ અંગે પરેશ ધાનાણીએ કહ્યુ હતુ કે ભાજપના કાર્યાલયમાં રહેતા અને દીલથી કોંગ્રેસ સાથે જોડાયેલા કાર્યકરો પણ મને આશીર્વાદ આપશે.

English summary
Gujarat Election: Congress MLA Paresh Dhanani to cast his vote, with a gas cylinder
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X