ભરતસિંહ સોલંકીનું રાજીનામું, સોશ્યલ મીડિયા પર VIRAL

Written By:
Subscribe to Oneindia News

કોંગ્રેસ ઉપાધ્યક્ષરાહુલ ગાંધી શુક્રવારે ગુજરાત પધારનાર છે, ત્યારે એ પહેલાં ગુરૂવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો રાજીનામાનો પત્ર સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જો કે, ભરતસિંહ સોલંકીની સહીવાળું આ રાજીનામું નકલી સાબિત થયું હતું. આ અંગે જ્યારે તેમને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, ભાજપ તરફથી બોગસ સમાચારો અને અફવાઓથી કોંગ્રેસને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો સતત થઇ રહ્યાં છે. થોડા સમય પહેલા પણ મારી સહી સાથે કોંગ્રેસના ઉમેદવારોની ખોટી યાદી જાહેર થઇ હતી. એ અંગે અમે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી, તેમણે તપાસ હાથ ધરી છે. હવે ફરીથી ભાજપે એવું જ કર્યું છે. મારી સહીની કોપી કરી ખોટો પત્ર ફરતો કર્યો છે. ગુજરાતની જનતા તેમને જડબાતોડ જવાબ આપશે. રાજીનામાનો પ્રશ્ન જ નથી. હું કોંગ્રેસનો સૈનિક છું, રાહુલજીનો સૈનિક છું. હું ચૂંટણી નથી લડી રહ્યો, પરંતુ ચૂંટણીમાં કોંગ્રેસના 182 ધારાસભ્યોને જીતાડવા માટે હું મહેનત કરીશ.

bharatsinh solanki

આ પહેલાં ગુરૂવારે તેમણે પત્રકાર પરિષદ પણ કરી હતી, જેમાં તેમણે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત અંગે માહિતી આપી હતી અને સાથે જ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભાજપ માટે આ ચૂંટણી હવે જીવન અને મરણનો સવાલ બની ગઇ છે, કારણ કે જો તેઓ ગુજરાતમાં હાર્યા તો દેશ પણ હારશે. સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ ચૂંટણીમાં કોંગ્રેસ બહુમત સાથે જીતશે. પીએમ મોદીની ગુજરાત મુલાકાતની હાંસી ઉડાવતા તેમણે કહ્યું હતું કે, એવું લાગે છે જાણે પીએમ મોદીએ અમદાવાદમાં ઘર ખરીદી લીધું છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી 24 થી 26 નવેમ્બર દરમિયાન ગુજરાતના પ્રવાસે છે, તો પીએમ મોદી 27 અને 29 નવેમ્બરના રોજ ગુજરાત પધારનાર છે.

English summary
Gujarat Election 2017: Fake resignation letter of Gujarat Congress president went viral on social media.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.