Gujarat Election: મહિલાઓને ટિકિટ આપવી એ ઈસ્લામ વિરોધીઃ જામા મસ્જિદના શાહી ઈમામ
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં જામા મસ્જિદના શાહી ઈમામે મોટુ નિવેદન આપ્યુ છે.
Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં જામા મસ્જિદના શાહી ઈમામ શબ્બીર અહેમદ સિદ્દીકીએ કહ્યુ કે ચૂંટણીમાં મહિલાઓને ટિકિટ આપવી એ ઈસ્લામ વિરુદ્ધ બળવો છે અને તે ધર્મને નબળો પાડે છે. પત્રકારો સાથે વાતચીતમાં તેમણે કહ્યુ કે મહિલાઓને ઈસ્લામમાં ચોક્કસ સ્થાન હોવાથી તેમને નમાઝ પઢવાની મંજૂરી નથી.

શાહી ઈમામે જણાવ્યુ કે, 'જો તમે ઈસ્લામ વિશે વાત કરો છો, તો શું તમે ક્યારેય એકલી સ્ત્રીને નમાઝ અદા કરતી જોઈ છે? ઈસ્લામમાં નમાઝનુ ખૂબ મહત્વ છે. જો ઈસ્લામમાં મહિલાઓનુ લોકોની સામે આવવુ યોગ્ય હોય તો શું તેમને મસ્જિદમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હોત?' વળી, શાહી ઈમામ કહ્યુ કે, 'તમારી પાસે પુરુષ નથી કે મહિલાઓને ટિકિટ આપે. આવી પહેલથી આપણો ધર્મ નબળો પડી જશે.'
તમને જણાવી દઈએ કે સોમવારે ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 વિધાનસભા બેઠકો માટે બીજા અને અંતિમ તબક્કામાં મતદાન થશે. બીજા તબક્કામાં, 61 પક્ષોના 833 ઉમેદવારો મેદાનમાં છે, જેમના ભાવિનો નિર્ણય 2.51 કરોડથી વધુ મતદારો કરશે. અમદાવાદ જિલ્લાના કુલ 21 મતવિભાગોમાં 31,23,306 પુરુષ મતદારો, 28,82,224 મહિલા, 209 અન્ય જાતિના મળીને કુલ 60,04,737 મતદારો છે. અમદાવાદ જિલ્લાના કુલ 21 મતવિભાગોમાં 31,23,306 પુરુષ મતદારો, 28,82,224 મહિલા, 209 અન્ય જાતિના મળીને કુલ 60,04,737 મતદારો છે. શાંતિપૂર્ણ મતદાનની વ્યવસ્થા માટે 23,785થી વધુ ચૂંટણીકર્મી કાર્યરત છે.












Click it and Unblock the Notifications
