હાર્દિક પટેલની પત્રકાર પરિષદ થઈ રદ્દ, કોંગ્રેસ બાબતે રહસ્ય ઘેરાયું

Subscribe to Oneindia News

સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે આજે હાર્દિક પટેલ એક પત્રકાર પરિષદ યોજીને મોટો ખુલાસો કરવાનો હતો. પણ તે પત્રકાર પરિષદ હવે રદ્દ કરવામાં આવી છે અને ચર્ચા ચાલી રહી છેકે હાર્દિક પોતે જ અંગત રીતે હવે કોંગ્રેસ સાથે ચર્ચા કરી રહ્યો છે. અને આ ચર્ચાની શું ફળશ્રુતિ આવે છે જોઇને જ ત્યાર બાદ જ તે મોટી જાહેરાત કરશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી જે ઘટનાક્રમ કોંગ્રેસે ફાળવેલી ટીકિટ બાબતે ચાલી રહ્યો છે. જે રીતે કોંગ્રેસે પાસના ઉમેદવારોના નામ જાહેર કર્યા અને ત્યાર બાદ પાસ કન્વીનર દિનેશ બાંભણિયાએ તથા પાસ સમર્થકોએ ઉમેદવારો માટે જે હોબાળો મચાવ્યો તે ઘટના ટોક ઓફ ટ ટાઉન બની હતી.

Hardik patel

જેમાં દિનેશ બાંભણિયાએ જણાવ્યુ હતુ કે તેમણે કોંગ્રેસ પાસે ટિકીટ માંગી જ નથી છતાં પાસના લોકોને ટિકીટ આપી છે. હાર્દિકે બોટાદના ઉમેદવારના મનહર પટેલના મુદ્દે કોંગ્રેસ સાથે ચર્ચા કરશે તેવું સૂત્રો દ્વારા જણાવાઈ રહ્યું છે. આ સમગ્ર ઘટનામાં શું રંધાઈ રહ્યુ છે તેનો ક્યાસ કાઢી શકાતો નહોતો. અને તમામ મદાર હાર્દિક શું કહે છે તેન પર હતો જ્યારે હાર્દિકની પ્રેસ કોન્ફરન્સ રદ્દ થઈ છે ત્યારે ફરી એક વાર મોટી જાહેરાતનું રહસ્ય વઘું ઘેરું બન્યુ છે.

English summary
Gujarat Election : Hardik Patel Press conference cancelled .Read here why.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.