1995ની ચૂંટણીમાં સૌથી વધુ ઉમેદવારીપત્રો ભરાયા અને પાછા ખેંચાયા હતા

વર્ષ 1995માં રાષ્ટ્રીય સ્તરે રાજકીય ચર્ચાનો વિષય બનનાર ખજૂરાહો કાંડ બન્યો હતો. જેમાં ભાજપના બળવાખોર નેતા શંકરસિંહ વાઘેલા પોતાની નવી પાર્ટી રચવા માટે 12 મંત્રીઓ સહિત ભાજપના 60થી 65 ધારાસભ્યોને કોંગ્રેસ શાસિત મધ્યપ્રદેશમાં આવેલા ખજૂરાહો મંદિરમાં લઇ ગયા હતા અને તત્કાલિન સરકારને સંકટમાં મૂકી હતી. ત્યાર બાદની લોકસભા ચૂંટણીઓમાં ખજૂરાહોમાં જનારા મોટાભાગના લોકોને હારનો સામનો કરવો પડ્યો હતો.
ઉમેદવારીપત્રોની સ્થિતિ
વર્ષ ભરાયા રદ થયા પાછા ખેંચાયા ચૂંટણી લડ્યા ડિપોઝિટ રદ
2007 2214 550 396 1268 892
2002 1628 374 254 1000 615
1995 4948 194 2209 2545 2127
ઉલ્લેખનીય છે કે વર્ષ ગુજરાત વિધાનસભા ચૂંટણી 1995માં સૌથી વધારે 1617 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડવા ઉભા રહ્યા હતા. તેમાંથી સૌથી વધારે 16 અપક્ષ ઉમેદવારો ચૂંટાઇ પણ આવ્યા હતા. ખજૂરાહો કાંડને કારણે સર્જાયેલી રાજકિય અસ્થિરતાને કારણે જ કદાચ 1995માં અપક્ષ ઉમેદવારો મોટી સંખ્યામાં ચૂંટણી લડ્યા હતા.
હવે જોવાનું એ રહે છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ની તૈયારીઓ અંતર્ગત જાહેરનામું પ્રસિધ્ધ થઇ ગયા બાદ પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. જે અંતર્ગત 24 નવેમ્બર સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. તેમાં કેટલા ઉમેદવારીપત્રો ભરાય છે.
આ માટે ગુજરાતના બે અગ્રણી પક્ષ ભાજપ અને કોંગ્રેસમાંથી કોંગ્રેસે પોતાના કેટલાક ઉમેદવારોની યાદી જાહેર કરી છે જ્યારે ભાજપ હવે કરવાની છે. આ ઉપરાંત કેશુભાઇ પટેલની આગેવાનીવાળી ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવારો પણ જાહેર થવાના છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના કાર્યક્રમ આ મુજબ છે.ગુજરાતમાં ચૂંટણીના મહત્વના આંકડા
- કુલ બેઠકો 182, એસસી બેઠકો 13, એસટી બેઠકો 26
- ગુજરાતમાં કુલ મતદાન મથકો 4446
- ગુજરાતમાં કુલ મતદારો 3.78 કરોડ
- ગુજરાતમાં 99 ટકા વોટર કાર્ડ તૈયાર
ગુજરાતમાં ચૂંટણીની તારીખવાર પ્રક્રિયા
અધિસૂચનાની જાહેરાત
પ્રથમ તબક્કા માટે - 17 નવેમ્બર, 2012
દ્વિતિય તબક્કા માટે - 23 નવેમ્બર, 2012
ચૂંટણી ફોર્મ ભરવાની તારીખ
પ્રથમ તબક્કા માટે - 24 નવેમ્બર, 2012
દ્વિતિય તબક્કા માટે - 30 નવેમ્બર, 2012
ચૂંટણી ફોર્મની ચકાસણીની તારીખ
પ્રથમ તબક્કા માટે - 26 નવેમ્બર, 2012
દ્વિતિય તબક્કા માટે - 1 ડિસેમ્બર, 2012
ચૂંટણી ફોર્મ પાછું ખેંચવાની તારીખ
પ્રથમ તબક્કા માટે - 28 નવેમ્બર, 2012
દ્વિતિય તબક્કા માટે - 3 ડિસેમ્બર, 2012
ચૂંટણીમાં મતદાનની તારીખ
પ્રથમ તબક્કા માટે - 13 ડિસેમ્બર, 2012
દ્વિતિય તબક્કા માટે - 17 ડિસેમ્બર, 2012
મતદાન ગણતરીની તારીખ
બંને તબક્કા માટે 20 ડિસેમ્બર, 2012ના રોજ મતગણતરી થશે.
ચૂંટણી પ્રક્રિયાનો છેલ્લો દિવસ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ની પ્રક્રિયાનો અંતિમ દિવસ 24 ડિસેમ્બર, 2012 રહેશે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ











Click it and Unblock the Notifications
