ટિકિટ નહીં મળવાની આશંકા હેઠળ BJP MLAનું રાજીનામું

Written By:
Subscribe to Oneindia News

કોડિનારમાં ભાજપના ધારાસભ્ય જેઠાભાઇ સોલંકીની ટિકિટ કાપવાના મુદ્દે દલિત સમુદાયમાં ઉગ્ર રોષ ફરી વળ્યો છે. કોડિનારના વર્તમાન ધારાસભ્ય જેઠાભાઇએ ભાજપ તરફથી ટિકિટ નહીં મળવાની આશંકા હેઠળ રાજીનામુ આપી દીધું છે. કોડિનાર બેઠક પરથી હજુ ઉમેદવારના નામની જાહેરાત થઇ નથી, પંરતુ તેમણે વ્યાપક અંદાજ લગાવતા, ટિકિટ નહીં આપવામાં આવેની સંભાવના હેઠળ રાજીનામું આપી દીધું છે. ભાજપ સાથે સંકળાયેલા દલિત સમુદાયના હોદ્દેદારોનું પ્રતિનિધી મંડળ સૂત્રોચ્ચાર સાથે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યું હતું અને જેઠા સોલંકીએ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાને રાજીનામું આપ્યું હતું. આ સમાચાર ફેલાતા જેઠાભાઇના હોદ્દેદારોએ વેરાવળના ટાવર ચોકમાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સૂત્રોચ્ચાર અને પ્રાર્થના કરી વિરોધ નોંધાવ્યો હતો.

Gujarat Election

આ સમાચાર ફેલાતા જેઠાભાઇના ઠેકેદારો એકઠા થયા હતા અને તેમણે જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઈ ઠાકરાર સમક્ષ ઉગ્ર રજુઆત પણ કરી હતી. સાથે જ જો પાર્ટી યોગ્ય નિર્ણય ના લે તો સામુહિક રાજીનામાની ચીમકી પણ આપી હતી. રાજ્યમાં ભાજપ શાસનમાં દલિતો પર થતા અત્યાચાર થતો હોવાના આરોપ સાથે જેઠા સોલંકીએ કહ્યું હતું કે, તેમને જાણ થઇ ગઇ હતી કે પાર્ટી તેમને ટિકિટ નહીં આપે અને આ કારણે તેઓ નારાજ હતા. તેમણે આગળ કહ્યું કે, મેં પક્ષ છોડવાનો નિર્ણય કર્યો, કારણ કે પક્ષે મારા પ્રતિનિધિઓનું સાંભળવાનું બંધ કરી દીધું હતું.

English summary
Gujarat election: Kodinar MLA Jethabhai Solanki resigned from BJP. He said, he already knows that party won't give him ticket this time and hence resigned.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.