પાસમાં પંચર? લલિત વસોયા ફોર્મ ભરવા પહોંચ્યા

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી પાસ નેતા લલિત વસોયાને ધોરાજીની બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. જો કે પાસ અને કોંગ્રેસ વચ્ચે થયેલી બેઠક પછી કોંગ્રેસે જ્યારે તેના 77 ઉમેદવારોના નામ જાહેર કર્યા ત્યારે તેમાં ખાલી બે જ પાસના નેતાઓના નામ આવતા પાસ અને કોંગ્રેસને એક બીજા સાથે ખટરાગ થયો છે. આ બાદ જ્યાં અશોક ગેહલોત સુરતના વારછામાં થયેલી કોંગ્રેસની ઓફિસની તોડફોડને વખોડી છે. ત્યાં જ દિનેશ બાંભણીયાએ પણ પાસના નેતાઓને કોંગ્રેસ માટે ઉમેદવારી પત્ર હાલ પૂરતું ના ભરવાની વાત રવિવારે ઉચ્ચારી હતી.

Paas

જો કે આ તમામ વાતને બાદ કરતા પાસના પૂર્વ કન્વીનર લલિત વસોયા કોંગ્રેસની ધોરાજી બેઠક પરથી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે. સુત્રોથી પ્રાપ્ત માહિતિ મુજબ તે દિનેશ બાંભણીયાની વાતની ટાળીને ફોર્મ ભરવા પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. આમ ચૂંટણી નજીક આવતા પાસમાં પણ ફાંટ પડી હોય તેમ મનાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા વિજય રૂપાણીએ રાજકોટથી તેમનું ઉમેદવારી ફોર્મ ભરવા જતી વખતે કહ્યું હતું કે પાસને અનામત સાથે કોઇ લેવા દેવા નથી તે ખાલી ટિકિટ માટે આટલી મહેનત કરી રહ્યું છે.

English summary
Gujarat Election: Lalit Vasoya reached Dhoraji to file nomination form. Is he ignoring PAAS?

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.