Gujarat Election: PM મોદીના માતા હીરાબાએ રાયસણમાં કર્યુ મતદાન, સોમાભાઈ થયા ભાવુક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 100 વર્ષના માતા હીરાબાએ ગાંધીનગરના રાયસણની પ્રાથમિક શાળામાં જઈને મતદાન કર્યુ હતુ.
Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ બીજા તબક્કાનુ મતદાન પૂરુ થવાને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. સવારે 8 વાગે મતદાન પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. રાજ્યના 14 જિલ્લાઓના 26 હજાર 409 મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 100 વર્ષના માતા હીરાબાએ ગાંધીનગરના રાયસણની પ્રાથમિક શાળામાં જઈને મતદાન કર્યુ હતુ. કડીના બ્રાહ્મણ વાડી ખાતે પૂર્વ ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલે પરિવાર સાથે મતદાન કર્યુ હતુ.

બીજા તબક્કાના મતદાન બાદ પીએમ મોદી પોતાના મોટાભાઈ સોમાભાઈ મોદીના ઘરે આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. જે બાદમાં સોમાભાઈ મોદી પીએમ મોદી વિશે વાત કરીને ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યુ હતુ કે, 'તમે ખૂબ જ મહેનત કરો છો દેશમાટે...થોડો આરામ પણ કરો.' વળી, સોમાભાઈએ કહ્યુ કે, 'મારો મતદાતાઓને એક સંદેશ છે કે પોતાના મતનો સાચો ઉપયોગ કરવામાં આવે. દેશનો વિકાસ થાય તેની પાર્ટીને વોટ આપવો જોઈએ. એવો લોકોને પસંદ કરવામાં આવે. ગુજરાતમાં સારુ મતદાન ચાલી રહ્યુ છે. 2014થી રાષ્ટ્રીય લેવલે ડેવલપમેન્ટ થયા તે લોકો જુએ છે. નજરઅંદાજ નથી કરતા અને એના આધારે જ મતદાન થઈ રહ્યુ છે.'
Prime Minister Narendra Modi's mother Heeraben Modi casts her vote for the second phase of #GujaratAssemblyPolls in Raysan Primary School, Gandhinagar pic.twitter.com/ZfWcBXWCfI
— ANI (@ANI) December 5, 2022
તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈશુદાન ગઢવીએ અમદાવાદના ઘૂમા વિસ્તારમાં મતદાન કર્યુ અને દાવો કર્યો કે પાર્ટીને બીજા તબક્કામાં ઓછામાં ઓછી 52 બેઠકો મળશે. પહેલા તબક્કામાં પણ પાર્ટીને 21 બેઠકો મળશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગર વાસણિયા મહાદેવ ખાતે મતદાન કર્યુ હતુ. દાંતામાં કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ ખરાડીએ સામાન્ય વ્યક્તિની જેમ લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યુ હતુ.
#WATCH | PM Modi's brother Somabhai Modi gets emotional as he talks about PM who visited him earlier today
— ANI (@ANI) December 5, 2022
People cannot ignore the kind of work Centre has done after 2014. I asked him (PM Modi) that he works a lot for the country, he should take some rest as well: Somabhai Modi pic.twitter.com/3SrGMj6A6O
બપોરે 1 વાગ્યા સુધીમાં 29% મતદાન નોંધાયુ છે. જેમાં સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં 33%, સૌથી ઓછુ મહિસાગર-વડોદરા-અમદાવાદ જિલ્લામાં 27%, બનાસકાંઠા જિલ્લામાં 30%, પાટણ જિલ્લામાં 28% મતદાન, મહેસાણા જિલ્લામાં 30% મતદાન, સાબરકાંઠા જિલ્લામાં 31% મતદાન, અરવલ્લી જિલ્લામાં 31% મતદાન, ગાંધીનગર જિલ્લામાં 30% મતદાન, અમદાવાદ જિલ્લામાં 27% મતદાન, આણંદ જિલ્લામાં 30% મતદાન, ખેડા જિલ્લામાં 29% મતદાન, મહિસાગર જિલ્લામાં 27% મતદાન, પંચમહાલ જિલ્લામાં 28% મતદાન, દાહોદ જિલ્લામાં 28% મતદાન, વડોદરા જિલ્લામાં 27% મતદાન, છોટાઉદેપુર જિલ્લામાં 33% મતદાન નોંધવામાં આવ્યુ છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
