Gujarat Election: PM મોદી આજથી 3 દિવસ ગુજરાતમાં, ગજવશે 8 રેલીઓ, જાણો સમગ્ર કાર્યક્રમ

પ્રધાનમંત્રી મોદી આજથી 21 નવેમ્બર સુધી એટલે કે સતત 3 દિવસ સુધી ગુજરાતના પ્રવાસે છે.

Gujarat Election: પ્રધાનમંત્રી મોદી આજથી 21 નવેમ્બર સુધી એટલે કે સતત 3 દિવસ સુધી ગુજરાતના પ્રવાસે છે. ત્રણ દિવસમાં પીએમ મોદી 8 જેટલી જનસભાઓને ગજવશે. આજે દક્ષિણ ગુજરાતના વાપીમાં પીએમ મોદી રોડ શો કરશે. વલસાડમાં પણ પીએમ મોદી આજે જનસભાઓને સંબોધન કરશે. 20 નવેમ્બરે પ્રધાનમંત્રી મોદી સૌરાષ્ટ્રમાં જનસભા ગજવશે જ્યારે 21 નવેમ્બરે તેઓ સુરેન્દ્રનગર, નવસારી અને જંબુસરમાં પણ ચૂંટણી પ્રચાર કરશે.

Narendra Modi

ગુજરાતમાં જ્યાં પહેલા તબક્કાનુ મતદાન થવાનુ છે તેવા કચ્છમાં પણ પીએમ મોદી જશે. આજે વલસાડમાં પણ તેઓ એક રેલીને સંબોધિત કરશે. વળી, સૌરાષ્ટ્રના વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં પણ ચાર રેલીઓમાં પ્રધાનમંત્રી મોદી ચૂંટણી પ્રચાર કરશે. વળી, આ પહેલા તેઓ સોમનાથ મંદિરે દર્શન કરવા જશે. આ ઉપરાંત પીએમ મોદી ભરુચ અને નવસારીમાં પણ ત્રણ રેલીઓ કરશે. તમને જણાવી દઈએ કે 182 સભ્યોની ગુજરાત વિધાનસભા બેઠકો માટે 1 અને 5 ડિસેમ્બરે એમ બે તબક્કામાં મતદાન થવાનુ છે તેમજ 8 ડિસેમ્બરે ગુજરાત અને હિમાચલ પ્રદેશ બંનેની મતગણતરી થશે.

નોંધનીય છે કે શુક્રવારે 18 નવેમ્બરના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ઘણા કેન્દ્રીયમંત્રીઓ અને મુખ્યમંત્રીઓએ પ્રથમ તબક્કાના મતદાન માટે 89 વિધાનસભા મતવિસ્તારોમાં જાહેર સભાઓને સંબોધી હતી. નડ્ડાએ ત્રણ રેલીઓ નવસારી, અંકલેશ્વર અને રાજકોટ પૂર્વમાં યોજી હતી. કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી, નરેન્દ્ર સિંહ તોમર અને અનુરાગ સિંહ ઠાકુરે પણ અનેક જાહેર સભાઓને સંબોધી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ત્રણ રેલીઓ અને મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ચાર રેલીઓને સંબોધિત કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X