Video : રાહુલ ગાંધી એક વીડિયો શેયર કરી કહ્યું શર્મ કરો રૂપાણી
ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભલે ભાજપ જીતની ખુશીઓ મનાવતી હોય પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપની મુશ્કેલી એક વીડિયો ટ્વિટ કરીને વધારી દીધી છેે. જુઓ આ વીડિયો અહીં.
એક તરફ જ્યાં ઉત્તર પ્રદેશના સ્થાનિક ચૂંટણીમાં ભાજપની જીત અને અમેઠીમાં કોંગ્રેસની હાર થતા ભાજપ ખુશી મનાવી રહ્યું છે ત્યાં જ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ટ્વિટ કરીને ભાજપ પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ એક વીડિયો શેયર કરતા કહ્યું કે છે કે ભાજપની સરકાર શર્મ કરે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું છે કે ભાજપનું ધમંડ ચરમ સીમા પર છે. આ વીડિયોમાં જ્યાં ગુજરાતના સીએમ વિજય રૂપાણી ભાષણ આપી રહ્યા છે ત્યાં જ બીજી તરફ તેમની સભામાં એક મહિલાને પોલીસ ખેંચીને બહાર લઇ જાય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરતા રાહુલ ગાંધીએ શુક્રવારે આ ટ્વિટ અને વીડિયો સોશ્યલ મીડિયામાં શેયર કર્યો હતો. રાહુલનું કહેવું છે કે પરમ દેશભક્ત રૂપાણીએ શહીદની પુત્રીને સભાની બહાર ફેંકી દઇને માનવતાને શર્મસાર કરી છે.

15 વર્ષથી તેના પરિવારને મદદ નથી મળી રહી. ન્યાય માંગતી આ પુત્રીનું આ રીતે અપમાન કરવા માટે શર્મ કરો અને તેને ન્યાય આપો. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી સત્તારૂઢ પાર્ટી ભાજપ પર એક પછી એક હુમલો કરીને વાર કરી રહ્યા છે. સોશ્યલ મીડિયાય અને રેલીઓ દ્વારા તે ભાજપની ગુજરાતમાં મુશ્કેલીઓ વધારી રહ્યા છે. ત્યારે ભલે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભલે ભાજપની આશિંક જીત થઇ હોય પણ ગુજરાતમાં ભાજપની મુશ્કેલીઓ વધારી રહ્યા છે.
भाजपा का घमंड अपने चरम पर है।
— Office of RG (@OfficeOfRG) December 1, 2017
‘परम देशभक्त’ रुपाणीजी ने शहीद की बेटी को सभा से बाहर फिंकवा कर मानवता को शर्मसार किया।
15 साल से परिवार को मदद नहीं मिली, खोखले वादे और दुत्कार मिली। इंसाफ़ माँग रही इस बेटी को आज अपमान भी मिला।
शर्म कीजिए,न्याय दीजिए। pic.twitter.com/w8k7TYQrDt












Click it and Unblock the Notifications
