Gujarat Election Result 2022: મજુરા બેઠક પરથી ભાજપના હર્ષ સંઘવી આગળ, જાણો કેટલા માર્જિનથી છે આગળ
હર્ષ સંઘવી 2012ની ચૂંટણીમાં મજુરા સીટ પરથી વિજયી થયા હતા, જ્યારે તેઓ માત્ર 27 વર્ષના હતા. ભારતીય જનતા પાર્ટીએ 2017માં ફરીથી વિશ્વાસ વ્યક્ત કર્યો અને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં પણ સંઘવી જંગી મતોથી જીત્યા હતા. આ વિધાનસભાની
હર્ષ સંઘવી 2012ની ચૂંટણીમાં મજુરા સીટ પરથી વિજયી થયા હતા, જ્યારે તેઓ માત્ર 27 વર્ષના હતા. ભારતીય જનતા પાર્ટીએ 2017માં ફરીથી વિશ્વાસ વ્યક્ત કર્યો અને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં પણ સંઘવી જંગી મતોથી જીત્યા હતા. આ વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વાર ભાજપે તેમના પર વિશ્વાસ જતાવ્યો છે. હર્ષ સંઘવી મજુરા બેઠક પરથી 8000 વોટથી આગળ છે.

પ્રારંભિક વલણો અનુસાર દ.ગુજરાતની 35 માંથી 12 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. દ.ગુજરાતની 3 બેઠકો પર કોંગ્રેસ આગળ છે. સુરતની 7 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. તાપી,ભરૂચ,નવસારીની 1 બેઠક પર કોંગ્રેસ આગળ છે. દ.ગુજરાતમાં આપ અને BTP 1-1 બેઠક પર આગળ ચાલી રહ્યા છે. મજુર બેઠક પર હર્ષ સંઘવી આગળ ચાલી રહયા છે.
હર્ષ સંઘવી 2012ની ચૂંટણી પણ જીત્યા હતા. ત્યારે તેમની ઉંમર માત્ર 27 વર્ષની હતી. ભારતીય જનતા પાર્ટીએ 2017માં ફરીથી વિશ્વાસ વ્યક્ત કર્યો અને ટિકિટ આપી. આ ચૂંટણીમાં પણ તેઓ જંગી મતોથી વિજયી થયા હતા. ત્યારપછી પાર્ટીએ હર્ષ સંઘવીની રાજકીય કુશળતા જોઈને તેમને રાજ્યના ગૃહમંત્રી બનાવ્યા. સંઘવી યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેઓ દર વર્ષે તેમના માટે રોજગાર મેળાનું આયોજન કરે છે. આ જોબ ફેરમાં સેંકડો બેરોજગાર યુવાનોને રોજગારી મળી હોવાનું મનાય છે.












Click it and Unblock the Notifications
