Gujarat Election Result 2022: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા સીટ પર 33400 મતથી આગળ

ગત વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના સ્થાને મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાટલોડિયાથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે.

Gujarat Election Result 2022: ગત વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના સ્થાને મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાટલોડિયાથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી અને અમદાવાદના ઘાટલોડિયા પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ હાલ 33400 થી વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે.

Bhupendra Patel

ઉલ્લેખનીય છે કે, ઘાટલોડિયા બેઠક પર ભૂપેન્દ્ર પટેલ સામે કોંગ્રેસના અમી યાજ્ઞિક અને AAPના વિજય પટેલને ચૂંટણી મેદાનમાં છે. ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું ગૃહ રાજ્ય છે, જે કારણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી મોટી જીત ભાજપ ઇચ્છે છે. ભાજપે 2017ની વિધાનસભા ચૂંટણીમાં 182 માંથી 99 બેઠકો પર વિજય મેળવ્યો હતો. આ સાથે એક્ઝિટ પોલ્સે રાજ્યમાં લગભગ 27 વર્ષથી શાસન કરતી ભારતીય જનતા પાર્ટી સતત સાતમી વાર જીતશે તેવી આગાહી કરી છે.

2022ની વિધાનસભા ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 182 બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. જેમાં કુલ 1,621 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 788 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાં 70 મહિલા ઉમેદવારો અને 339 અપક્ષોનો સમાવેશ થાય છે. આ સાથે બીજા તબક્કાની 93 બેઠકો પર, કુલ 833 ઉમેદવારો હતા, જેમાં 69 મહિલા ઉમેદવારો અને 285 અપક્ષનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કુલ 4.91 કરોડ નોંધાયેલા મતદારો છે, જેમાંથી લગભગ 51.6 ટકા પુરૂષ અને 48.4 ટકા મહિલા મતદારો છે. આ સાથે લગભગ 1,400 નોંધાયેલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે.

ગત 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતી જનતા પાર્ટીને 99 બેઠકો અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. આ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સતત છઠ્ઠી વાર જીત થઇ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X