For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election Result 2022: AAP સાથે ગઠબંધનને લઇ કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાનુ મોટુ નિવેદન

ગુજરાત ચૂંટણીનુ પરિણામ આજે જાહેર કરવામાં આવશે. ગુજરાત ચૂંટણી પરીણામ માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ગઇ છે. આ તરફ પરિણામ પહેલા હવે ભાજપ-કોંગ્રેસના નેતાઓએ જીત નો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. છોટાઉદેપુરમાં સુખરામ રાઠવા મતગ

|
Google Oneindia Gujarati News

ગુજરાત ચૂંટણીનુ પરિણામ આજે જાહેર કરવામાં આવશે. ગુજરાત ચૂંટણી પરીણામ માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ગઇ છે. આ તરફ પરિણામ પહેલા હવે ભાજપ-કોંગ્રેસના નેતાઓએ જીત નો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. છોટાઉદેપુરમાં સુખરામ રાઠવા મતગણતરી કેન્દ્ર ખાતે પહોંચ્યા છે .જ્યાં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ નિવેદન આપતા કહ્યું છે કે, એક્ઝિટ પોલમાં માત્ર શિક્ષિત વર્ગના અભિપ્રાય હોય છે. આજે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવા તરફ જઈ રહી છે.

Sukhram Rathva

સુખરામ રાઠવાએ કહ્યું હતું કે, AAPની સાથે ગઠબંધનનો વિષય પરિણામ બાદનો છે. સંખેડા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભાજપ ઉમેદવાર અભેસિંહ તળવીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, છોટાઉદેપુરની ત્રણેય બેઠકમાં ભાજપની જીત થશે. મહત્વનું છે કે, સંખેડા બેઠક પર ભાજક અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે.

ભિલોડાથી કોંગ્રેસ ઉમેદવાર રાજેંદ્ર પારધીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમને કહ્યું કે, આ વખતે પણ ભિલોડા બેઠક પર કોંગ્રેસ બહુમતીથી જીતશે રાજેન્દ્ર પારઘીએ 15થી 20 હજાર લીડથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. આ સાથે મોડાસા કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોર મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા છે . જ્યાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લાની ત્રણેય બેઠક પર કોંગ્રેસની જીત થશે. આ સાથે કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે.

ઉલ્લેખનિય છેકે આ ચૂંટણીમાં વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં પહેલા તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કામાં કુલ 64.30 ટકા મતદાન નોંધાયું છે. જે ગત ચૂંટણી કરતા 4 ટકા ઓછું છે. ગુજરાતમાં 2017માં બંને તબક્કામાં કુલ 68 ટકા મતદાન નોંધાયું હતું. ગઇકાલે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં 03 મતગણતરી કેન્દ્રો પર, સુરતમાં 02 મતગણતરી કેન્દ્ર પર અને આણંદમાં પણ 02 મતગણતરી કેન્દ્રો છે.

English summary
Gujarat Election Result 2022: Congress leader Sukhram Rathwa's big statement about alliance with AAP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X