For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election Result: કોંગ્રેસની હાર માટે ખુદ પાર્ટી જ જવાબદાર! આ કારણોસર થયું સત્યાનાશ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માં ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસીક જીત મળી છે. નરેન્દ્ર અને ભૂપેન્દ્ર પટેલની જોડીએ કમાલ કરીને 150 કરતા વધારે બેઠકો પર કેસરીયો લહેરાવામાં મસફળતા મેળવી છે. બીજી તરફ કોગ્રેસ 16 બેઠકોમાં સમેટાઇને

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માં ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસીક જીત મળી છે. નરેન્દ્ર અને ભૂપેન્દ્ર પટેલની જોડીએ કમાલ કરીને 150 કરતા વધારે બેઠકો પર કેસરીયો લહેરાવામાં મસફળતા મેળવી છે. બીજી તરફ કોગ્રેસ 16 બેઠકોમાં સમેટાઇને રહી ગઇ છે. અને આમ આદમી પાર્ટીના તમામ દાવા ખોટા સાભિત થયા છે. 2017 ની ચૂંટણીમાં જે પાર્ટી જીતની નજીક પહોચી ગઇ હતી. તે 2022 ની ચૂંટણીમાં આટલા આટલા નબળા પ્રદર્શનું કારણ શુ હોઇ શકે.? કેમ કોગ્રેસ પોતાનો ગ્રામ્ય વિસ્તારોમાથી જનરાધાર ગુમાવી રહી છે. તેના માટે અનેક કારણો જવાબદાર છે.

congress

ગુજરાત કોગ્રેસ પાસે સૌથી જૂનુ અને મજબૂત સંઠન છે. આ સગઠનના જોરે તે વિધાનસભાની ચૂંટણી જીતવા માટે 2022 એડીચોટીનું જોર લગાવી દિધુ હતુ. પરતુ તેમ છતા ફક્ત 16 બેઠકો જ કેમ આવી ભાજપ સામે એન્ટી એન્ટીઇન્કમ્બન્સી હોવા છતા ભાજપ જીતી ગઇ આ સવાલ રાજકીય પંડીતો હેરાન કરી રહ્યો છે.

કોગ્રેસની હારનું મુખ્ય કારણ જો કોઇ હોય તો તે પોતાના ધારાસભ્યોને સાચવી નથી શક્તો. 2017 ની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ કોગ્રેસે મજબુત ખોબલે ને ખોબલે મત આપ્યા હતા. 77 બેઠકો પર જીત અપાવી હતી. અને તેમા ઘણી બેઠકો એવી હતી જે પાતળી સરસાઇ વાળી હતી. પરતુ કોગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવી ના શકી અને એક એક કરીને કોગ્રેસના 15 થી 20 જેટલા ધારાસભ્યો ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણી શરૂ થાય તે પહેલા સુધી જોડાયા હતા. તેના લીધે લોકોનો વિશ્વાસ કોગ્રેસ પરથી ઉઠી ગયો લોકો એમ વિચારતા હતા કે, અમે કોગ્રેસ માટે મત આપ્યો હતો. અને છેલ્લે કોગ્રેસનો ધારાસબ્ય ભાજપમાં જ જઇને બેસી જવાનો હોય તો તેના કરતા સીધા ભાજપને મત આપવો શુ ખોટુ છે.

કોગ્રેસના દિલ્હી હાઇકમાન્ડને ગુજરાતના ટોચના બે ત્રણ નેતાઓ પર વધારે પડતો વિશ્વાસ પણ ભારે પડી ગયો છે. ગુજરાત કોગ્રેસમાં ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ, શૈલેષ પરમાર સહિતના નેતાઓએ કોગ્રેસને જાગીર બનાવી લીધી છે. હાઇ કમાન્ડ જ્યારે કોઇ નવા નેતાને કોઇ જવાબદારી શોપે છે ત્યારે આ જુના જોગીઓ નાવા ચહેરાને કામ નથી કરવા દેતા અથવા યેન કેન પ્રકારે તેને કામ કરતો અટકાવામાં આવે છે. કો્ગ્રેસમાંથી જે પણ મોટા દિગ્ગજ નેતા ગયા તે લોકોને આ નેતાઓ સામે જ વાંધો હતો. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જયરાજસિંહ પરમાર, રામસિંહ રાઠવા સહિતના નેતાઓ જે કોગ્રેસના વર્ષો જુના નેતા હતા તેમને પણ કોગ્રેસને રામ રામ કહી દિધા હતા. કોગ્ર્સના ધારાસભ્યો જ નહી પરતુ કાર્યકર્તા અને ઘણા નેતાઓ જે વર્ષોથી કોગ્રેસના પાયાના નેતા હતા. તે ફમ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ અને અમુક નેતા ચૂંટણીની જાહેરાત બાદ પણ કોગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. કોગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહીતના નેતાઓનું કેહવુ હતુ કે, જેને જવુ હોય તે જાય તેનાથી કોઇ ફરક નથી પડવાનો પરંતુ ભાજપ ટીપે ટીપે સરવોર ભરવાનું કામ કરતો હતો. તે એક એક મતનું મહત્વ સમજતો હતો. એટેલ ભાજપે કોગ્રેસના અસંખ્ય કાર્યકર્તાઓ અને દિગ્ગજ નેતાઓનો ભાજપમાં સમાવેશ કર્યો હતો. જે કોગ્રેસની હારનું મહત્વું કારમ બન્યુ હતુ.

કોગ્રેસને ગ્રામ્ય વિસ્તારોમાં મજબૂત જનરાધાર ધરાવે છે. પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઇ હતી જેમા કોગ્રેનો સંપૂર્ણ રીતે સફાયો થયો હતો. આ સ્થાનિક મુદ્દા પર લડાયેલી ચૂંટણીમાં પણ કોગ્રેસ જીતી ના શકી કોગ્રેસ પાસે સ્થાનિક કક્ષાએ ઘણા મુદ્દા હતા જેમા આરોગ્ય, શિક્ષણ, રસ્તા, લાઇટ અને પાણી સહિતના મુદ્દા હતા. જ્યાં પણ કોગ્રેસ જનતાને આ મુદ્દા પકડવામા નિષ્ફળ રહી હતી. જેના લીધે તેને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સતત હારના લીધે ગ્રામ્ય કક્ષાએ નાના કાર્યકર્તાઓનુ મનોબળ સતત તુટી રહ્યુ છે. પ્રદેશ નેતૃત્વને સ્થઆનિક મુદ્દાઓને ઉઠાવામાં કોઇ રસ નહોતો તે જનતાને ભગવાન ભરોસે છોડીને તે એવુ ઇછતા હતા કે, લોકો હેરાન થાય અને કોગ્રેસને મરજીનથી મત આપે કોગ્રેસ પ્રચાર પ્રસારમાં નથી માનતી તેવુ આ પ્રકારની માનસિક્તાથી સાબિત થતુ જણાય છે. પરંતુ લોક શાહીમાં લોકો વચ્ચે જવાનું હોય છે. લોકોને સમજાવાના હોય છે. કે તે પોતાનો મત કેમ તમને આપે કોગ્રેસ આમ કરવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી હતી.

કોગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ સંપૂર્ણ રીતે ગુજરાત વિધાનસભાની ચૂટણીની અવગણના કરી હતી. 2022 માં રાહુલ ગાઁધી સતત ગુજરાતમાં રહ્યા હતા. અને ગુજારતના તમામ ઝોનમાં રોકાયા હતા. અને પ્રવાસ પણ કર્યો હતો. સૌરાષ્ટ્ર-ક્ચ્છ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, અને મધ્ય ગુજારતમાં રાહુલ ગાંધીએ પ્રવાસ કરીને પ્રચાર કર્યો હતો એટલુ જ નહી કોગ્રેસ ક્યાંક ને ક્યાંક સોફ્ટ હિન્દુત્વ કાર્ડ રમાવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેના લીધે કોગ્રેસને ભારે ફાયદો પણ થયો હતો. ગત ચૂંટણીમાં તેના લીધે કોગ્રેસને 77 બેઠકો પર જીત મળી હતી. જ્યારે આ 2022 માં રાહુલ ગાંધીએ ફક્ત બે જ સભા કરી હતી. બીજી તરફ કોગ્રેસના નવ નિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્નારા પણ સભા કરવામાં આવી હતી. પરંતુ તે એટલી પ્રભાવશાળી નહોતી રહી. ગુજારત પ્રદેશ કોગ્રેસના નેતા ઇચ્છતા હતા કે, પ્રિયંકા ગાઁધી, સોનિયા ગાઁધી સહિતના રાષ્ટ્રીય નેતા ચૂંટણી પ્રવાસ કરીને ગુજારતમાં પ્રચાર કરે પરંતુ એમ ના થયુ. કોગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ભારત જોડો યાત્રામાં વ્યસ્ત રહ્યા એટલુ જ નહી ગુજરાતમાં ચૂંટણી હોવા છતા ગુજરાતની અવગણના કરીને સીધી રાજસ્થાનમાં ભારત જોડો યાત્રા ગઇ તેને લઇને પણ ભાજપ દ્વારા સતત સવાલ ઉઠવામાં આવ્યા હતા.

કોગ્રસની હારના મુખ્ય કારણોમાં આમ આદમી પાર્ટીની ગુજરાત વિધાનસભામાં એન્ટ્રીને પણ માનવામા આવે છે. આપ દ્વારા ગુજરાતની તમામ 182 બેઠકો પર ચૂંટણી મેદાનમાં હતી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાની તમામ 182 બેઠકોમાં પ્રચાર કર્યો હતો તેની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં રોડ શો કરતા જોવા મળ્યા હતા. આમ આદમી પાર્ટીને ગુજરાત વિધાનસભાની ચૂંટમીમાં 12 થી 14 ટકા જેટલા મત મળ્યા છે. ગુજરાતમાં આપને 12 ટકા કરતા વધારે મત મળતા તે રાષ્ટ્રીય પાર્ટી બની ગઇ છે. આમ આદમી પાર્ટી ભલે ગુજરાતમાં સત્તા ના મેળવી શકે પરંતુ તે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવી શકી છે. સાથે જ તેના 5 જેટાલા ઉમેદવારોની જીત પણ થઇ છે. આમ આદમી પાર્ટીએ સીધા જ કોગ્રેસના મતદારોને તોડ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોગ્રેસની જે પકડ હતી તે ઢીલી પડતા આપે તે મતાદોર પર નજર કરી હતી. કોગ્રેસના મત તુટતા કોગ્રેસની સીટ ઘટી હતી. જ્યારે ભાજપના પોતાના મતદારો અંકબંધ રાખવામાં સફળ રહ્યુ હતુ.

ગુજરાતની જનતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વધારે એક વાર ભરોસો કરીને ભાજપને મત આપ્યો હતો. નરેન્દ્ર મોદી ગુજરાતમાં જેટલી પણ સભા કરી તેમા અલગ અલગ મુદ્દા ઉઠાવતા જોવા મળ્યા હતા. તેમના દ્વારા ભૂપેન્દ્ર અને નરેન્દ્રની ડબલ એન્જીનની સરકાર બનાવા માટે ગુજરાતની જનતાને કહ્યુ હતુ. તો બીજી તરફ પ્રધામંત્રી મોદીએ ચૂટણીના પહેલા તબક્કાના અને બીજા તબકકાના છેલ્લા બે બે દિવસ જે શહેરી વિસ્તારોમાં ઝોન વાઇઝ સભા કરી હતી તે પણ મહત્વની સાબિત થઇ હતી. મોદીએ પહેલા તબક્કા માટે સુરતમાં અને રાજકોટમાં ભવ્ય સભા કરી હતી. અને તે સભામાં આતંકવાદ સહિતના મુદ્દા ઉઠાવ્યા હતા. તો છેલ્લા તબક્કામાં મોદીએ જે અમદાવાદમાં 50 કિમીનો રોડ શો કર્યો હતો. તે 3 કલાક સુધી ચાલ્યો હતો. આમ મોદીએ ચૂંટણીના છેલ્લા દિવસોમાં જે રીતનો પ્રચાર કર્યો હતો. તે પણ જનતાને સ્પર્ષ કરી ગયો હતો. બીજુ ગુજરાતની જનતાને મોફતની રેવડી રાસ ના આવી અને કોગ્રેસના ખરીદી શકાતા ધારાસભ્યો પર વિશ્વાસ ના બેસ્યો અને બીજુ કે, ગુજરાતની જનતાને હિત્વ અને વિકાસની રાજનીતિ રાસ આવી ગઇ છે. લોકો તેનાથી જલ્દી અંજાય જાય છે. કોગ્રેસ આ સમજવામાં ભૂલ કર ગઇ છે. કોગ્રેસને લોકોને તેના હાલ પર છોડી દિધા તે ભારે પડ્યુ.

English summary
gujarat election result: reasons behind massive loss of congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X