Gujarat Election Results 2022 : ગુજરાતમાં તૂટવા જઇ રહ્યો છે કોંગ્રેસનો 1985 વાળો રેકોર્ડ, ભાજપનું મોટી જીત તરફ
Gujarat Election Results 2022 : ગુજરાત વિધાન સભાની ચૂંટણી માટે હાલ મતગણતરી ચાલી રહી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધીમાં 15 બેઠક પર જીત મળી છે, જ્યારે 141 બેઠક પર આગળ છે.
Gujarat Election Results 2022 : ગુજરાત વિધાન સભાની ચૂંટણી માટે હાલ મતગણતરી ચાલી રહી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધીમાં 15 બેઠક પર જીત મળી છે, જ્યારે 141 બેઠક પર આગળ છે. આ સાથે કોંગ્રેસને 1 બેઠક પર જીત મળી છે અને 18 બેઠક પર આગળ છે. જો આમ આદમી પાર્ટીની વાત કરીએ તો તેણે હજૂ ગુજરાતમાં ખાતું પણ ખોલ્યું નથી, અને માત્ર 5 બેઠકો પર આગળ છે. આ સાથે અન્યને 1 બેઠક મળી છે અને 1 પર આગળ ચાલી રહી છે. આવા સમયે જો ભારતીય જનતા પાર્ટી 149 થી વધુ બેઠક જીતે છે તો 1985નો કોંગ્રેસનો રેકોર્ડ તોડી શકે છે.

માધવસિંહ સોલંકીએ અપાવી હતી સૌથી મોટી જીત
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાર્ટીએ ગુજરાતમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે, પરંતુ કોંગ્રેસનો 1985 નો રેકોર્ડ ક્યારેય તોડી શક્યા નહીં. 1985માં માધવસિંહ સોલંકીએ કોંગ્રેસને સૌથી મોટી જીત અપાવી હતી. 1985માં માધવસિંહ સોલંકીએ 182 વિધાનસભા બેઠકોમાંથી 149 બેઠકો પર જીત અપાવી હતી. હવે આજના ટ્રેન્ડને જોતા લાગે છે કે, ભાજપ આ રેકોર્ડ તોડે તેવી શક્યતા છે.
આ રણનિતિએ કોંગ્રેસેને અપાવી ઐતિહાસિક જીત
1981માં જસ્ટિસ બક્ષી કમિશને ઓબીસી આરક્ષણ અંગેની તેની ભલામણ રાજ્ય સરકારને મોકલી હતી, જે અંતર્ગત માધવસિંહ સોલંકીએ અનામતની જોગવાઈ કરી હતી. જેના પર તેમની સામે મોટું આંદોલન શરૂ થયું હતું. આ જોઈને અનામતના સમર્થકોએ પણ મોરચો ખોલી દીધો હતો. થોડા દિવસો બાદ આ આંદોલને હિંસાનું સ્વરૂપ લીધું અને મોટી સંખ્યામાં લોકોના મોત પણ થયા હતા. આ તમામ ઘટનાઓને ધ્યાનમાં રાખીને સોલંકીએ 1985માં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જોકે, અનામત લાગુ કરવાની કામગીરી કામ કરી ગઈ અને તે વર્ષે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને 149 બેઠક સાથે જંગી બહુમતિથી જીત મળી હતી. એવું કહેવાય છે કે, સોલંકીએ KHAM (ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસ્લિમ) ફોર્મ્યુલા તૈયાર કરી હતી, જેને અનુસરીને તેમને આટલો મોટો વિજય મળ્યો હતો.
હાલ કોંગ્રેસની હાલત દયનીય
ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને જોરદાર ટક્કર આપી હતી, જેના કારણે ભાજપની સીટો ઘટીને 99 થઈ ગઈ હતી, જ્યારે કોંગ્રેસને 77 સીટો મળી હતી. જોકે આંતરિક જૂથવાદ અને હાઈકમાન્ડની બેદરકારીના કારણે કોંગ્રેસની હાલત હવે ચિંતાજનક બની રહી છે. 20 થી 25 બેઠકો વચ્ચે સમેટાઇ રહી હોય તેવું લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 33 જિલ્લાના 37 કેન્દ્રો પર મતગણતરી ચાલી રહી છે. ગુજરાતમાં 1600થી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે, મતગણતરી પ્રક્રિયા માટે 182 રિટર્નિંગ ઓફિસર અને 494 આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર ફરજ બજાવી રહ્યા છે. મતદાન માટે એડિશનલ 78 મદદનીશ રિટર્નિંગ ઓફિસર રહેશે. આ ઉપરાંત, અગાઉની ચૂંટણીઓમાં ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે 71 એડિશનલ મદદનીશ ચૂંટણી અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. ગુજરાતમાં 1998થી ભાજપની સરકાર છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ની એન્ટ્રીથી આ વખતે કોઈ ફેરફાર થશે કે, કેમ તે સવાલનો જવાબ આજે મળશે. જો એક્ઝિટ પોલની વાત માનીએ તો ભાજપ ગુજરાતમાં ફરી એક રેકોર્ડ સર્જશે. આ સાથે આપને 5 થી વધુ સીટ નહીં મળે. ગુજરાતમાં આ વખતે કોંગ્રેસની સ્થિતિ પણ દયનીય રહેશે.
ઉલ્લેખનીય છે કે, 182 સભ્યોની વિધાનસભામાં, એક્ઝિટ પોલમાં ભાજપને 117-148 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે આમ આદમી પાર્ટીના જોરદાર ઝુંબેશ છતાં, એક્ઝિટ પોલમાં AAPને 3 થી 13 સીટો વચ્ચે જીતનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જ્યારે કોંગ્રેસને 30-51 બેઠકો મળે તેવી આગાહી કરવામાં આવી છે.
2022ની વિધાનસભા ચૂંટણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 182 બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. જેમાં કુલ 1,621 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 788 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાં 70 મહિલા ઉમેદવારો અને 339 અપક્ષોનો સમાવેશ થાય છે. આ સાથે બીજા તબક્કાની 93 બેઠકો પર, કુલ 833 ઉમેદવારો હતા, જેમાં 69 મહિલા ઉમેદવારો અને 285 અપક્ષનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં કુલ 4.91 કરોડ નોંધાયેલા મતદારો છે, જેમાંથી લગભગ 51.6 ટકા પુરૂષ અને 48.4 ટકા મહિલા મતદારો છે. આ સાથે લગભગ 1,400 નોંધાયેલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે.
ગત 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતી જનતા પાર્ટીને 99 બેઠકો અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. આ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સતત છઠ્ઠી વાર જીત થઇ હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
