For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election Results 2022 : ધોરાજી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ હાર સ્વીકારી

Gujarat Election Results 2022 : આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. હાલ ભારતીય જનતા પાર્ટી મોટાભાગની બેઠકો પર આગળ ચાલી રહી છે. આ સાથે આપ અને કોંગ્રેસની લીડ હોય તેવી બેઠક ઓછી છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Election Results 2022 : આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. હાલ ભારતીય જનતા પાર્ટી મોટાભાગની બેઠકો પર આગળ ચાલી રહી છે. આ સાથે આપ અને કોંગ્રેસની લીડ હોય તેવી બેઠક ઓછી છે. આવા સમયે ધોરાજી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ પોતાની હાર સ્વીકારી લીધી છે.

 Lalit Vasoya

ધોરાજી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ જણાવ્યું હતું કે, આપ કોંગ્રેસને ડેમેજ કરી રહી છે, જો કોંગ્રેસ અને આપના મતનો સરવાળો કરી તો ભાજપથી વધારે થાય છે. આપ ભાજપની જ બી ટીમ છે અને એ કારણે જ મતનું વિભાજન થયું છે. આપની એન્ટ્રીને કારણે જ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની હાર થઈ રહી છે અને આ હારને હું 100 ટકા સ્વીકારું છું.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીની મતગણતરી મુજબ ધોરાજી બેઠક પરથી ભાજપના ઉમેદવારા મહેન્દ્રભાઈ પડાળિયાને 20,527 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા 13051 મત મળ્યા છે. આ સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિપુલ સખીયા 9049ને મત મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 33 જિલ્લાના 37 કેન્દ્રો પર મતગણતરી ચાલી રહી છે. ગુજરાતમાં 1600થી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે, મતગણતરી પ્રક્રિયા માટે 182 રિટર્નિંગ ઓફિસર અને 494 આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર ફરજ બજાવી રહ્યા છે.

મતદાન માટે એડિશનલ 78 મદદનીશ રિટર્નિંગ ઓફિસર રહેશે. આ ઉપરાંત, અગાઉની ચૂંટણીઓમાં ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે 71 એડિશનલ મદદનીશ ચૂંટણી અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. ગુજરાતમાં 1998થી ભાજપની સરકાર છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ની એન્ટ્રીથી આ વખતે કોઈ ફેરફાર થશે કે, કેમ તે સવાલનો જવાબ આજે મળશે. જો એક્ઝિટ પોલની વાત માનીએ તો ભાજપ ગુજરાતમાં ફરી એક રેકોર્ડ સર્જશે. આ સાથે આપને 5 થી વધુ સીટ નહીં મળે. ગુજરાતમાં આ વખતે કોંગ્રેસની સ્થિતિ પણ દયનીય રહેશે.

ઉલ્લેખનીય છે કે, 182 સભ્યોની વિધાનસભામાં, એક્ઝિટ પોલમાં ભાજપને 117-148 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે આમ આદમી પાર્ટીના જોરદાર ઝુંબેશ છતાં, એક્ઝિટ પોલમાં AAPને 3 થી 13 સીટો વચ્ચે જીતનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જ્યારે કોંગ્રેસને 30-51 બેઠકો મળે તેવી આગાહી કરવામાં આવી છે.

2022ની વિધાનસભા ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 182 બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. જેમાં કુલ 1,621 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 788 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાં 70 મહિલા ઉમેદવારો અને 339 અપક્ષોનો સમાવેશ થાય છે. આ સાથે બીજા તબક્કાની 93 બેઠકો પર, કુલ 833 ઉમેદવારો હતા, જેમાં 69 મહિલા ઉમેદવારો અને 285 અપક્ષનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કુલ 4.91 કરોડ નોંધાયેલા મતદારો છે, જેમાંથી લગભગ 51.6 ટકા પુરૂષ અને 48.4 ટકા મહિલા મતદારો છે. આ સાથે લગભગ 1,400 નોંધાયેલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે.

ગત 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતી જનતા પાર્ટીને 99 બેઠકો અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. આ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સતત છઠ્ઠી વાર જીત થઇ હતી.

English summary
Gujarat Election Results 2022 : Congress candidate Lalit Vasoya accepted defeat from Dhoraji seat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X