For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election Results : મતગણતરી શરૂ થયાના બે કલાક બાદ ભાજપ 142 સીટ પર આગળ, જાણો આપની સ્થિતિ

Gujarat Election Results : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની મતગણતરી આજે સવારે 8 કલાકથી શરૂ થઈ ગઈ છે. મતગણતરી શરૂ થયાના બે કલાક બાદ એટલે કે સવારે 10 કલાક સુધીમાં ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ બેઠકો પર લીડ મળી રહી છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Election Results : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની મતગણતરી આજે સવારે 8 કલાકથી શરૂ થઈ ગઈ છે. મતગણતરી શરૂ થયાના બે કલાક બાદ એટલે કે સવારે 10 કલાક સુધીમાં ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ બેઠકો પર લીડ મળી રહી છે.

Gujarat Election Results

ચૂંટણી પંચના સત્તાવાર આંકડા પર નજર કરીએ તો ભાજપ 142 બેઠકો પર આગળ છે. બીજી તરફ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી (AAP) 7 બેઠકો પર આગળ ચાલી રહી છે. તો કોંગ્રેસ હાલ 20 સીટો પર આગળ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 33 જિલ્લાના 37 કેન્દ્રો પર મતગણતરી ચાલી રહી છે. ગુજરાતમાં 1600થી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે, મતગણતરી પ્રક્રિયા માટે 182 રિટર્નિંગ ઓફિસર અને 494 આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર ફરજ બજાવી રહ્યા છે.

મતદાન માટે એડિશનલ 78 મદદનીશ રિટર્નિંગ ઓફિસર રહેશે. આ ઉપરાંત, અગાઉની ચૂંટણીઓમાં ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે 71 એડિશનલ મદદનીશ ચૂંટણી અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. ગુજરાતમાં 1998થી ભાજપની સરકાર છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ની એન્ટ્રીથી આ વખતે કોઈ ફેરફાર થશે કે, કેમ તે સવાલનો જવાબ આજે મળશે. જો એક્ઝિટ પોલની વાત માનીએ તો ભાજપ ગુજરાતમાં ફરી એક રેકોર્ડ સર્જશે. આ સાથે આપને 5 થી વધુ સીટ નહીં મળે. ગુજરાતમાં આ વખતે કોંગ્રેસની સ્થિતિ પણ દયનીય રહેશે.

ઉલ્લેખનીય છે કે, 182 સભ્યોની વિધાનસભામાં, એક્ઝિટ પોલમાં ભાજપને 117-148 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે આમ આદમી પાર્ટીના જોરદાર ઝુંબેશ છતાં, એક્ઝિટ પોલમાં AAPને 3 થી 13 સીટો વચ્ચે જીતનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જ્યારે કોંગ્રેસને 30-51 બેઠકો મળે તેવી આગાહી કરવામાં આવી છે.

2022ની વિધાનસભા ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 182 બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. જેમાં કુલ 1,621 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 788 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાં 70 મહિલા ઉમેદવારો અને 339 અપક્ષોનો સમાવેશ થાય છે. આ સાથે બીજા તબક્કાની 93 બેઠકો પર, કુલ 833 ઉમેદવારો હતા, જેમાં 69 મહિલા ઉમેદવારો અને 285 અપક્ષનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કુલ 4.91 કરોડ નોંધાયેલા મતદારો છે, જેમાંથી લગભગ 51.6 ટકા પુરૂષ અને 48.4 ટકા મહિલા મતદારો છે. આ સાથે લગભગ 1,400 નોંધાયેલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે.

ગત 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતી જનતા પાર્ટીને 99 બેઠકો અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. આ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સતત છઠ્ઠી વાર જીત થઇ હતી.

English summary
Gujarat Election Results: BJP ahead in 142 seats after two hours of counting, know your status
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X