Gujarat Election: પ્રથમ તબક્કાના મતદાન માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાન માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે.
Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાન માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. 17 નવેમ્બર સુધીમાં તમામ ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી શકશે. 12 અને 13 તારીખે રજા હોવાથી આજે ફોર્મ ભરવા માટે પડાપડી નક્કી છે. ઘણા ઉમેદવારોના ફોર્મ ન ભરાય તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. છેલ્લો દિવસ હોવાથી કલેક્ટર કચેરીમાં મોટી સંખ્યામાં ઉમેદવારો તેમના સમર્થકો સાથે ઉમટી પડશે.

તમામ પક્ષોના ઉમેદવારોની વાત કરીએ તો ભાજપે 166, કોંગ્રેસે 142 અને આમ આદમી પાર્ટીએ 184 ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી દીધી છે. પ્રથમ તબક્કામાં કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરુચ, નર્મદા, સુરત, વાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં મતદાન થવાનુ છે. જ્યારે બીજા તબક્કામાં અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટાઉદેપરુ, દાહોદ અને વડોદરામાં મતદાન થવાનુ છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનુ મતદાન 1 ડિસેમ્બરે છે. જેને લઈને 5 નવેમ્બરે નોટિફિકેશ જાહેર થયુ હતુ. 14 નવેમ્બરે ફોર્મ ફરવાનો છેલ્લો દિવસ છે અને 17 નવેમ્બરે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. બીજા તબક્કા માટે નામાંકન દાખલ કરવાની તારીખ 17 નવેમ્બર છે અને ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર છે. પહેલા તબક્કામાં 19 જિલ્લામાં કુલ 89 બેઠકો પર અને બીજા તબક્કામાં 14 જિલ્લામાં કુલ 93 બેઠકો પર મતદાન થશે. પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
