For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: 135 લોકોનો જીવ લેનાર મોરબી બ્રીજ દુર્ઘટના કેમ નથી બની રહી ચૂંટણીનો મુદ્ધો? જાણો

ગુજરાતની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આ સાથે તમામ રાજકીય પાર્ટીઓ પોતાનો એજન્ડા લોકો સમક્ષ મુકી રહ્યાં છે. આ સાથે હવે ચૂંટણી માટે મુખ્ય મુદ્દો બની શકે તેવી મોરબી બ્રિજ દુર્ઘટના હવે ઢંકાતી જતી હોય તેવુ લાગી ર

|
Google Oneindia Gujarati News

ગુજરાતની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આ સાથે તમામ રાજકીય પાર્ટીઓ પોતાનો એજન્ડા લોકો સમક્ષ મુકી રહ્યાં છે. આ સાથે હવે ચૂંટણી માટે મુખ્ય મુદ્દો બની શકે તેવી મોરબી બ્રિજ દુર્ઘટના હવે ઢંકાતી જતી હોય તેવુ લાગી રહ્યું છે. રાજકારણની ઝીણવટભરી સમજ ધરાવતા રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે ઓરેવા કંપનીને લઈને મોરબીમાં જે રીતે રાજકીય વાતાવરણ સર્જાયું હતું તે ધીમે ધીમે ઓસરી રહ્યું છે.

Morbi

ઉલ્લેખનિય છેકે ગુજરાતના મોરબીમાં બ્રિજ તૂટી પડતા 135 લોકોના મોત થયા હતા. પરંતુ ચૂંટણીના સમયગાળામાં આટલી મોટી ઘટના બાદ પણ સમગ્ર ગુજરાતમાં મોરબી બ્રિજ ધરાશાયી અને આટલા લોકોના મોત બાદ પણ આ મુદ્દો ચૂંટણીનો મુદ્દો બની શકતો નથી. શરૂઆતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેને જોર જોરથી મુદ્દો બનાવ્યો હતો, પરંતુ ધીમે ધીમે ગુજરાતની ચૂંટણીમાં આ મુદ્દો એક રીતે છેડે પહોંચ્યો છે.

ગુજરાતના રાજકીય વિશ્લેષકો કહે છે કે વાસ્તવમાં આ મુદ્દો મોટો નથી બની રહ્યો કારણ કે જો તેને જ્ઞાતિના સમીકરણોના આધારે ચૂંટણીનો મુદ્દો બનાવવામાં આવશે તો અહીંની પાટીદાર વોટબેંક તે રાજકીય પક્ષમાંથી ખસી જશે. કારણ કે આ બ્રિજની જાળવણી કરતી ઓરેવા કંપનીના માલિક મજબૂત પાટીદાર સમાજમાંથી આવે છે, જેમાં તેઓ અને તેમના સમગ્ર પરિવારની માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં મજબૂત અસર છે.

ગુજરાતના રાજકારણને નજીકથી સમજતા રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે મોરબીમાં બનેલી ઘટના અંગે કાયદાકીય દૃષ્ટિકોણથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ ઓરેવા કંપનીને લઈને મોરબીમાં જે રીતે રાજકીય વાતાવરણ સર્જાયું હતું તે ધીમે ધીમે ઓસરી રહ્યું છે. આનું કારણ જણાવતાં રાજકીય નિષ્ણાતો કહે છે કે વાસ્તવમાં કંપનીના મેનેજમેન્ટ પર જે રીતે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી હતી તે ગુજરાતના પાટીદાર સમાજમાં નારાજગીનો મુદ્દો બની રહ્યો હતો.

ગુજરાતના વરિષ્ઠ પત્રકાર હનુમંત દવે કહે છે કે ઓરેવા કંપની મોરબીની છે. આ કંપનીના સ્થાપક ઓધવજી રાઘવજી પટેલ હતા. દવે કહે છે કે માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં, પરંતુ ગુજરાતના અનેક વિસ્તારોમાં આ કંપનીના સ્થાપકોની પાટીદાર સમાજમાં મજબૂત પકડ હોવાનું માનવામાં આવે છે. પાટીદાર સમાજની તમામ સામાજિક સંસ્થાઓમાં પણ કંપની અને તેના લોકોની જોરદાર ભાગીદારી છે. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક દાયકાઓથી ગુજરાતના અનેક વિસ્તારોમાં કંપનીની મેનેજમેન્ટ સિસ્ટમનું રાજકીય અને સામાજિક વર્ચસ્વ પ્રવર્તે છે.

English summary
Gujarat Election: Why is the Morbi Bridge Collapse Insident not becoming an election issue? know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X