માણેકચોકના ખાણીપીણી બજારમાં ભાજપનો અનોખો પ્રચાર

Subscribe to Oneindia News

અમદાવાદના હાર્દ સમા ગણાતા ખાણીપીણી બજારમાં પણ રાજકીય પાર્ટીઓ પોતાનો ચૂંટણી પ્રચાર કરી રહી છે. અમદાવાદમાં લો ગાર્ડન, વાસણા ભઠ્ઠા, પરિમલ તેમજ કોટ વિસ્તારના મહત્વના ગણાતા માણેકચોકના રાત્રિ બજારમાં ભાજપના ખાડિયા વોર્ડના કાર્યકરો ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા હતા. માણેકચોકનું રાત્રિનું ખાણીપીણી બજાર એક આગવી ઓળખ ધરાવે છે અને અમદાવાદમાં આવતા લોકો આ બજારની અચૂક મુલાકાત લે છે. શનિવારે રાત્રે પણ ખાણીપીણી બજારમાં લોકો સ્વાદિષ્ટ વસ્તુઓની મજા માણી રહ્યા હતા ત્યારે ખાડિયા વોર્ડના ભાજપના કાર્યકરો ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા હતા.

ahmedabad

આ કાર્યકર્તાઓએ દરેક વ્યક્તિને પેમ્પફ્લેટ વહેંચ્યા હતા તેમજ ભાજપને વોટ આપવા અપીલ કરી હતી. ખાણીપીણી બજાર ઘણું પ્રખ્યાત હોવાથી અહીં વિદેશીઓ પણ આવતા હોય છે તેથી આ સમયે આવા દ્રશ્યો જોઈને કેટલાક વિદેશી લોકોને ઘણી નવાઈ લાગી હતી. તેમણે આ રીતના ચૂંટણી પ્રચાર વિશેની પૃચ્છા પણ કરી હતી. તો કેટલાક સ્ટોલ વાળાઓએ ચૂંટણીપ્રચારમાં આવેલા લોકો સામે પોતાની કેટલીક માંગણી પણ રજૂ કરી હતી.

English summary
Gujarat Elections 2017: BJP did an election campaign at Manekchok, Ahmedabad

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.