છોટા ઉદેપુરના SPનું રાજીનામું, ભિલોડામાંથી લડી શકે છે ચૂંટણી

Written By:
Subscribe to Oneindia News

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક છે અને હવે તેના પડઘમ પણ જોરશોરથી સંભળાવા માંડ્યા છે. છોટા ઉદેપુરના એસપી પી.સી.બરંડાએ બુધવારે પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું અને રાજ્ય સરકાર દ્વારા તેમના રાજીનામાંનો તુરંત સ્વીકાર થયો હતો. પી.સી.બરંડા વર્ષ 2012ના બેચના આઇપીએસ અધિકારી છે અને તેઓ ભાજપ તરફથી વિધાનસભા ચૂંટણી લડે એવી શક્યતા છે. આ કારણે જ તેમણે રાજીનામું આપ્યું છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની વાતોથી પ્રેરાયા છે અને આ કારણે જ ભાજપમાં જોડાયા છે.

p c baranda

ભાજપ તેમને ભિલોડાથી ટિકિટ આપે એવી શક્યતા છે. હાલ આ બેઠક કોંગ્રેસના હાથામાં છે. ચૂંટણી માટે ઉમેદવારીની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે, પરંતુ બે પ્રમુખ પક્ષો ભાજપ અને કોંગ્રેસ તરફથી હજુ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી. રાજ્યમાં સરકાર વિરુદ્ધ હાલ ઘણા આંદોલનો ચાલી રહ્યાં છે, કોંગ્રેસે રાજ્યમાં સત્તાધારી પક્ષ પર ચારે બાજુથી પ્રહારો કર્યાં છે. એવામાં ઉમેદવારો નક્કી કરવા એ ભાજપ માટે હાલ મોટો કોયડો છે. ભાજપ જો પોતાના વર્તમાન ધારાસભ્યોને ટિકિટ ન આપે તો પક્ષપલટાનો ભય રહેલો છે. આથી આ મામલે ભાજપ ખૂબ શાંતિથી અને ધીમી ગતિએ આગળ વધી રહી છે. તો બીજી બાજુ કોંગ્રેસ 16 નવેમ્બર, ગુરૂવારના રોજ પ્રથમ તબક્કાના મતદાન ક્ષેત્રો માટે ઉમેદવારોની યાદી બહાર પાડે એવી શક્યતા છે.

English summary
Gujarat Elections 2017: P.C.Baranda has resigned from his of SP from Chhota Udepur. He is likely to be given ticket from BJP.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.