વડોદરા:CM રૂપાણીએ કાશ્મીરમાં 370ની કલમ મુદ્દે કહ્યું કંઇક આવું

Subscribe to Oneindia News

મુખ્યમંત્રી વિજય રૂપાણી રવિવારે અમદાવાદ નજીકના કઠલાલમાં લોક સંપર્ક અભિયાનમાં જોડાયા હતા. આ પહેલાં તેમણે વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા ખાતે સ્વામિનારાણ મંદિરના દર્શન કર્યા હતા અને તેઓ મંદિરના વડા હરિસ્વરૂપ દાસજીને પણ મળ્યા હતા. અહીં તેમણે અંબારીષ સેનાના યુવાનોનું સંબોધન પણ કર્યું હતું તેમજ ગુજરાતનો વિકાસ રથ નહીં અટકે તેમ પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ ભાજપ સરકારની ઉપલબ્ધિઓ જણાવતા કહ્યું હતું કે, ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા અને સલામતીમાં વધારો થયો છે, ગુજરાતમાં કોમી તોફાનો હવે ઇતિહાસ બની ગયા છે. એક આખી પેઢી છે કે, જેણે તોફાનો જોયા નથી. આ વાતાવરણ ભાજપ સરકારને કારણે ઉભું થયું છે.

vijay Rupani

જો કે, આ દરમિયાન તેમણે કાશ્મીરની કલમ 370 અંગે ઉચ્ચારેલું નિવેદન ઘણુ ચર્ચાસ્પદ બન્યું છે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશમાં કોમન સિવિલ કોડ બને અને 370ની કલમ ખસે એ જરૂરી છે. કાશ્મીરમાંથી 370ની કલમ દૂર થઈને જ રહેશે અને કાશ્મીરને કોઈ ભારતથી અલગ નહીં કરી શકે. આતંકવાદને નાથવા માટે સર્જિકલ સ્ટ્રાઇક જરૂરી છે. અહીં સ્વામીનારાણય સંપ્રદાયના સંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Gujarat Elections 2017: CM Vijay Rupani visited Haridham Sakheda

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.