પાસ કોર કમિટીની બેઠક શરૂ, હાર્દિક પટેલ પણ હાજર

Subscribe to Oneindia News

ભાજપ, કોંગ્રેસ અને પાસ; સૌની નજર જેની પર છે તે પાસ કોર કમિટીની બેઠક ગાંધીનગર ખાતે આવેલા સરસાગસણ ખાતે શરૂ થઈ ચૂકી છે. આ બેઠકમાં હાર્દિક પટેલ પણ હાજર રહ્યો છે. હાર્દિકે બેઠકમાં જતા પહેલા જણાવ્યું હતું કે, કોંગ્રેસે બંધારણના દાયરામાં રહીને 50 ટકા અનામતની પાટીદારો માટે જોગવાઈ કરવાનુ જણાવ્યું હતું તેમજ અમને ત્રણ ફોર્મ્યૂલા જણાવી હતી. આજની બેઠકમાં અમે આ અંગે ચર્ચા કરીશું. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, વર્ષો પહેલા પાટીદારોને મધ્યપ્રદેશમાં ઓબીસીમાં સ્પેશ્યલ ક્વોટામાં સમાવવામાં આવ્યા હતા અને તે ચુકાદો આપનારા જજને પણ અમે આજની બેઠકમાં આમંત્રિત કર્યા છે, જેથી વધુ સ્પષ્ટતા સાથે આગળ વધી શકાય.

Paas

હાર્દિકે ઉમેર્યું હતું કે, ભાજપે તો અમને કોઈ ફોર્મ્યૂલા આપી જ નહોતી. વળી ઇબીસીવાળી વાત તો સમાજમાં વિગ્રહ ઊભો કરે તેવી હતી, જેમાં કોઇને રસ નથી. એટલે એ બાબતની હું ટીકા કરું છું. ઉલ્લેખનીય છે કે, સોમવારની મહત્વની ગણાતી આ બેઠક ગુજરાતના રાજકારણમાં મોટો વળાંક લાવી શકે છે. 8 નવેમ્બરની મધરાત સુધી પાસ કન્વીનરોની કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબલ સાથે મુલાકાત થઈ હતી, જેમાં બન્ને પક્ષોએ પોતાના મુદ્દાઓ રજૂ કર્યા હતા અને અનામત મુદ્દે આગળ વધવાનું નક્કી કર્યું હતું. પાસ કોર કમિટીની બેઠક આજે દિવસભર ચાલી શકે છે અને મોટા ભાગે આજે સાંજ સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થાય તેવી શક્યતા છે.

English summary
Gujarat Elections 2017: Hardik Patel and PAAS core comity members' meeting has started to discuss about options regarding reservation given by congress.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.