જીતુ વાઘાણી પર મુકાયો હાર્દિક પટેલના સીડી કાંડનો આરોપ

Written By:
Subscribe to Oneindia News

ત્રણ દિવસ પહેલાં પાસ કન્વીનર હાર્દિક પટેલની એક આપત્તિજનક વીડિયો ક્લિપ વાયરલ થઇ હતી. આ અંગે ગુરૂવારે પાસ દ્વારા પત્રકાર પરિષદ સંબોધી હતી. પાસ કન્વીનર દિનેશ બાંભણિયાએ આ પત્રકાર પરિષદ સંબોધતા હાર્દિક પટેલની વાયરલ થયેલ તમામ વીડિયો ક્લિપ અને સીડી નકલી હોવાનું જણાવ્યું હતું અને સાથે જ આનો આરોપ ભાજપ પર મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે, હાર્દિકને બદનામ કરવા માટે ભાજપ દ્વારા જ આ સીડીઓ બનાવવામાં આવી હતી. તેમના ઇશારે જ આ સીડીઓ વાયરલ થઇ છે. તેમણે લગભગ 52 સીડીઓ બનાવી છે, જેમાંની 22 સીડી હાર્દિક પટેલ અંગે છે અને અન્ય સીડીઓ પાસના બીજા કન્વીનરોની છે, જે ભાજપના ઇશારે ધીરે-ધીરે વાયરલ થશે. નારાયણ સાંઇની માફક હાર્દિકને જેલમાં મોકલવા માટે આ કાવતરું ઘડવામાં આવ્યું હતું.

paas

આ સાથે જ તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પર પણ આરોપ મુક્યો હતો અને કહ્યું હતું કે, વિપુલ પટેલ અને વિમલ પટેલ નામના બે માણસોએ આમાં મધ્યસ્થીનું કામ કર્યું છે. તેમણે જ આ સીડીઓ વાયરલ કરી છે. વિપુલ પટેલ અંગે તેમણે જણાવ્યું કે, તેની આર્થિક સ્થિતિ સારી નહોતી. તેને સુરતના મનોજ નામના એક વ્યક્તિએ મદદ કરી હતી, જેની મદદથી તેમણે એક યુવતીને મનાવી આ આખો સીડી કાંડ બહાર પાડ્યો. સીડી વાયરલ થતાં જ ગુજરાત પોલીસના અધિકારીઓ વિપુલને અજ્ઞાત સ્થળે લઇ ગયા હતા અને તેને સુરક્ષા આપવામાં આવી રહી છે. દિનેશ બાંભણિયાએ આગળ જણાવ્યું કે, આ આખો સોદો 40 કરોડમાં થયો હતો. યુવતી સાથે 50 લાખમાં ડીલ ફાઇનલ થઇ હતી. અમે વિપુલના ફોનની રેકોર્ડિંગ અને બેંક ડિટેઇલ્સ ચેક કરી છે. માત્ર 15 દિવસની અંદર વિપુલે 60 લાખના ઘરેણાં ખરીદ્યાં છે અને 3 લાખના કપડાની ખરીદી કરી છે. અમે પુરાવા વિના ભાજપ પર આરોપ નથી મુકતા, અમારી પાસે તમામ પુરાવાઓ છે, વિપુલને પણ સામે લાવવામાં આવશે. અમે પુરાવા અદાલતમાં રજૂ કરીશું અને ત્યારે મીડિયા સામે પણ પુરાવાઓ આવશે.

English summary
Gujarat Elections 2017: PAAS convener Dinesh Bambhaniya addresses press conference over Hardik Patel's viral video.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.