For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલજી ગુજરાતના દરેક પરિવારને સુવિધાઓ આપવા માંગતા હોય તો અન્યોને પેટમાં કેમ દુ:ખે છે? રાઘવ ચઢ્ઢા

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા હાલમાં ગુજરાતના પ્રવાસે છે. જાણો તેમણે શું કહ્યુ.

|
Google Oneindia Gujarati News

Gujarat Election: ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત છે. એક તરફ ભાજપ અને કોંગ્રેસ સભાઓ અને રેલીઓ ગજવી રહ્યા છે. ત્યાં બીજી તરફ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ લોકોની ભલાઈ માટે લોકો સુધી પોતાની વાત પહોંચાડવા માટે દિવસ રાત કામ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા હાલમાં ગુજરાતના પ્રવાસે છે. રાઘવ ચઢ્ઢાએ બનાસકાંઠાના કાંકરેજ અને પાટણમાં વિશાળ જાહેરસભાઓને સંબોધી હતી. વળી, મોડાસા અને ઈડર ખાતે રોડ શોમાં ભાગ લીધો હતો. આ વિશાળ રોડ શોમાં હજારો લોકો આમ આદમી પાર્ટીની ગેરંટી સાંભળવા આવ્યા હતા.

'સમગ્ર ગુજરાતમાં પરિવર્તનનુ વાવાઝોડુ ફૂંકાયુ છે'

'સમગ્ર ગુજરાતમાં પરિવર્તનનુ વાવાઝોડુ ફૂંકાયુ છે'

આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને ગુજરાત રાજ્યના સહ-ઈન્ચાર્જ રાઘવ ચઢ્ઢાએ ઉપસ્થિત હજારો લોકોને સંબોધતા કહ્યુ કે હવે ચૂંટણીમાં બહુ ઓછો સમય બચ્યો છે. ગુજરાતના દરેક કાર્યકર્તાએ કમર કસવી જોઈએ. જ્યાં સુધી છેલ્લો મત ના અપાઈ જાય ત્યાં સુધી રાહતનો શ્વાસ ન લેતા. આ વખતે સમગ્ર ગુજરાતમાં પરિવર્તનનુ વાવાઝોડુ ફૂંકાયુ છે. જે વ્યક્તિ સાથે વાત કરો, નાના બાળકો સાથે વાત કરો, વૃદ્ધો સાથે વાત કરો, સ્ત્રીઓ સાથે વાત કરો, દરેકની જીભ પર એક જ શબ્દ હોય છે પરિવર્તન. પરિવર્તન એટલે અરવિંદ કેજરીવાલ. આજે ગુજરાતનો દરેક વ્યક્તિ કહી રહ્યો છે કે 'કેજરીવાલ આવે છે, પરિવર્તન લાવે છે'. 8 ડિસેમ્બર, 2022ના રોજ, જ્યારે મતદાન પેટીઓ ખુલશે, ત્યારે ગુજરાતની 182 વિધાનસભામાંથી મહત્તમ મતોથી આ વિધાનસભા જીતીને અમારા ઉમેદવારને વિધાનસભામાં મોકલો અને શિક્ષિત, પ્રામાણિક અને પરિવર્તનશીલ લોકો સાથે અરવિંદ કેજરીવાલજીની નવી સરકાર બનાવો.

કેજરીવાલની ગુજરાતના દરેક પરિવારને ગેરેન્ટીઓ

કેજરીવાલની ગુજરાતના દરેક પરિવારને ગેરેન્ટીઓ

રાઘવ ચઢ્ઢાએ કહ્યુ કે અરવિંદ કેજરીવાલજીની ગેરંટી છે કે જ્યારે ગુજરાતમાં સરકાર બનશે ત્યારે તેઓ ગુજરાતના દરેક પરિવારને 300 યુનિટ મફત વીજળી આપશે. અરવિંદ કેજરીવાલજીની બીજી ગેરંટી એ છે કે ગુજરાતના દરેક બાળકને વિશ્વ કક્ષાની ઉત્તમ શાળા મળશે અને શિક્ષણ બિલકુલ મફતમાં મળશે. અરવિંદ કેજરીવાલજીની ત્રીજી ગેરંટી છે કે ગુજરાતના દરેક વ્યક્તિ, બાળક-વૃદ્ધ, સ્ત્રી-પુરુષ, દરેક વ્યક્તિને વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે મફત સારવાર મળશે. અરવિંદ કેજરીવાલજીની ચોથી ગેરંટી છે કે તેઓ ગુજરાતના દરેક યુવાનોને રોજગાર આપશે અને જ્યાં સુધી આમ આદમી પાર્ટી ગુજરાતના યુવાનોને રોજગારી આપી શકશે નહિ ત્યાં સુધી દર મહિને રુ.3000 બેરોજગારી ભથ્થુ આપીને તેમને મદદ કરશે. અરવિંદ કેજરીવાલજીની પાંચમી ગેરંટી છે કે ગુજરાતની દરેક મહિલા જેની ઉંમર 18 વર્ષથી વધુ છે તે દરેક મહિલાને રુ.1000ની સન્માન રકમ આપવામાં આવશે.

ગુજરાતના એક સામાન્ય પરિવારને દર મહિને રુ30,000નો નફો મળશે

ગુજરાતના એક સામાન્ય પરિવારને દર મહિને રુ30,000નો નફો મળશે

જો વીજળી મફત થશે તો દર મહિને રુ.4000ની બચત થશે, જો શિક્ષણ મફત થશે તો દર મહિને રુ.10000ની બચત થશે, જો આરોગ્ય સેવાઓ મફત થશે, ઑપરેશન અને દવાઓ મફત થશે તો દરેક પરિવારને દર મહિને રુ.7000ની બચત થશે, જો કોઈને રોજગાર ન મળી રહ્યુ હોય અને પરિવારમાં બે બેરોજગાર યુવાનો હોય તો દર મહિને રુ.6000ની બચત થશે, જો ઘરમાં 3 મહિલા હશે તો સરકાર દ્વારા દરેક મહિલાને દર મહિને રુ.1000 આપવામાં આવશે એટલે કે મહિનાના રુ.3000 બચશે. કુલ મળીને અરવિંદ કેજરીવાલજીની સરકાર ગુજરાતના એક સામાન્ય પરિવારને દર મહિને રુ30,000નો નફો આપશે.

ભાજપ ઉદ્યોગપતિઓને આપે છે રુ.30,000 કરોડનુ પેકેજ

ભાજપ ઉદ્યોગપતિઓને આપે છે રુ.30,000 કરોડનુ પેકેજ

રાઘવ ચઢ્ઢાએ કહ્યુ કે આ દેશમાં બે મૉડલ છે જેમાં ભાજપ દ્વારા રુ.30,000 કરોડનુ પેકેજ આપવામાં આવે છે પરંતુ તે પેકેજ માત્ર ઉદ્યોગપતિઓ, મોટા કૉન્ટ્રાક્ટરો અને મોટા ઠેકેદારોને જ આપવામાં આવે છે. જ્યારે બીજી તરફ અરવિંદ કેજરીવાલજી પાસે રુ.30,000નુ માસિક પેકેજ છે, જે ગુજરાતના દરેક પરિવારને, ગુજરાતના દરેક સામાન્ય માણસને આપવામાં આવશે. ગુજરાતના દરેક પરિવારને દર મહિને રુ30,000ની બચત થશે. હવે જનતાએ પસંદ કરવાનું છે કે જનતા અરવિંદ કેજરીવાલજીને રુ30,000 કરોડનો સીધો ફાયદો ઇચ્છે છે કે પછી ઉદ્યોગપતિઓ માટે ભાજપનુ રુ30,000 કરોડનુ પેકેજ જોઈએ.

ભાજપને પેટમાં દુ:ખાવો કેમ થાય છે?

ભાજપને પેટમાં દુ:ખાવો કેમ થાય છે?

રાઘવ ચઢ્ઢાએ કહ્યુ કે ભાજપના લોકો કહે છે કે કેજરીવાલ રેવડી વહેંચી રહ્યા છે. કેજરીવાલ બધુ મફતમાં આપે છે, દિલ્લીમાં મફત આપ્યુ, પંજાબમાં પણ મફત આપી દીધુ. હું બીજેપીના લોકોને કહેવા માંગુ છુ કે, તમારા ગુજરાતના મુખ્યમંત્રીને 5000 યુનિટ વીજળી મફતમાં મળે છે, દરેક મંત્રીને મફત ટ્રેનની મુસાફરી મળે છે, દરેક સાંસદને મફતમાં તબીબી સારવાર મળે છે. પરંતુ જો કેજરીવાલજી ગુજરાતના દરેક પરિવારને આ સુવિધાઓ આપવા માંગતા હોય તો ભાજપને પેટમાં દુ:ખાવો કેમ થાય છે? ભારતની આઝાદી પછી જો કોઈ ઈમાનદાર નેતા હોય તો તે નેતાનુ નામ અરવિંદ કેજરીવાલ અને જો કોઈ ઈમાનદાર પાર્ટી હોય તો તે પાર્ટીનુ નામ આમ આદમી પાર્ટી છે.

અત્યાર સુધી અન્ય તમામ પાર્ટીઓએ માત્ર છેતર્યા છે

અત્યાર સુધી અન્ય તમામ પાર્ટીઓએ માત્ર છેતર્યા છે

ગુજરાત રાજ્યના આપના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ મોડાસા અને ઇડર ખાતે આયોજિત રોડ શોમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યુ કે આમ આદમી પાર્ટી તમારો માસિક ખર્ચ સસ્તો કરશે, તમારા ખિસ્સામાં પૈસા મુકશે, તમને આર્થિક મદદ કરશે. જો કેજરીવાલજી ગુજરાતના દરેક પરિવારને સુવિધાઓ આપવા માંગતા હોય તો ભાજપના પેટમાં કેમ દુ:ખે છે? આમ આદમી પાર્ટી ગુજરાતના એક સામાન્ય પરિવારને વીજળી, શિક્ષણ, આરોગ્ય, રોજગાર જેવી મફત સુવિધાઓ આપીને દર મહિને રુ.30,000નો નફો આપશે. તેમણે કહ્યુ કે ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને હવે સૌથી મોટી જવાબદારી કાર્યકરોના ખભા પર છે. આજે સમગ્ર ગુજરાતના લોકો અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરી રહ્યા છે કારણ કે અત્યાર સુધી અન્ય તમામ પાર્ટીઓએ માત્ર દગો દીધો છે.

English summary
Gujarat Elections 2022: Aam Aadmi Party Raghav Chadha election campaign in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X