For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Elections: અલ્પેશ ઠાકોરે ગાંધીનગર દક્ષિણથી ભર્યુ ફોર્મ, CM ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા હાજર

આજે અલ્પેશ ઠાકોરે ગાંધીનગર દક્ષિણથી નામાંકન ભર્યુ.

|
Google Oneindia Gujarati News

Gujarat Elections: ગુજરાત વિધાનસભાની 1 અને 5 ડિસેમ્બરે યોજાનારી બે તબક્કાની ચૂંટણી માટે હવે થોડાક જ દિવસો બાકી છે. જેમાં બીજા તબક્કાની ચૂંટણીના ફોર્મ ભરવા માટે આજે છેલ્લો દિવસ છે. આજે અલ્પેશ ઠાકોરે ગાંધીનગર દક્ષિણથી નામાંકન ભર્યુ. જેમાં તેની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા. ફોર્મ ભર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરીને તેમણે કહ્યુ કે અમે આ વખતે પણ લોકોનો પ્રેમ જીતવાની કોશિશ કરીશુ.

alpesh thakor

નામાંકન બાદ અલ્પેશ ઠાકોરે કહ્યું કે ભાજપ રાજ્યમાં વિકાસની રાજનીતિ કરી રહી છે. તેમણે કહ્યું કે મને પુરો વિશ્વાસ છે કે આ વખતે ફરી ભાજપને જનતાનો પ્રેમ અને સમર્થન મળશે. તેમણે કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસ માટે કોઈ પડકાર નથી, તેઓ ટુકડાઓમાં છે. કોંગ્રેસ દ્વારા જાતિના મુદ્દાઓને હવા આપીને રાજકારણ કરવામાં આવી રહ્યું છે. ફોર્મ ભરતા પહેલા અલ્પેશ ઠાકોરે મંદિરમાં શીશ ઝુકાવ્ય હતુ અને ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અલ્પેશ ઠાકોરે પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, 'આપણે બનાવેલુ ગુજરાત અને પહેલાના ગુજરાતની પરિસ્થિતિને સમજી લોને તો પણ ભાજપ વિના તમે કોઈને પણ મત નહિ આપો. આ પહેલા ગુજરાતમાં ભાઈ રાજ ચાલતુ હતુ. અલગ અલગ વિસ્તારોમાં અલગ-અલગ ડોન અને તેમનુ સમર્થન પહેલાની સરકાર કરતી. ભાજપની સરકારે આ બધુ બદલી નાખ્યુ.'

ગુજરાત જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણી જીતવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ગુજરાતની ચૂંટણીમાં વિરોધ પક્ષો દ્વારા મોંઘવારી, બેરોજગારી અને શિક્ષણની સાથે મોરબી અકસ્માતનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. વલસાડ ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે પુલના સમારકામ માટેનુ ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યુ નહોતુ. ટેન્ડર આપતા પહેલા કોઈ પ્રક્રિયાનુ પાલન કરવામાં આવ્યુ નથી. કંપની પાસે માત્ર ઘડિયાળો બનાવવાનો અનુભવ હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન કેજરીવાલે જનતાને અપીલ કરતા કહ્યુ કે તમે મને પાંચ વર્ષ આપો, હું તમારી પાસે માત્ર પાંચ વર્ષ માંગવા આવ્યો છુ. જો તમને મારુ કામ પસંદ ના આવે તો હું આગામી સમયમાં વોટ માંગવા નહીં આવુ.

English summary
Gujarat Elections: Bjp candidates Alpesh Thakor file nomination for Gandhinagar South seat, CM also present.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X