મોરબીમાં કેટલાક ઉમેદવારોએ તો ડિપોઝિટ પણ ગુમાવી

Subscribe to Oneindia News

મોરબી જીલ્લામાં આવતી વિધાનસભાની ત્રણ બેઠક માટે કુલ મળીને ૩૨ ઉમેદવારો ચુંટણીના મેદાનમાં હતા જો કે, મતદારો તરફથી મત રૂપી આશીર્વાદ ન મળવાના કારણે હાલમાં મોરબી જીલ્લામાં ૩૨ માંથી ૨૬ ઉમેદવારોએ પોતાની ડીપોઝીટ ગુમાવી છે ગત સોમવારે વિધાનસભા ચૂંટણીની મતગણતરી કરવામાં આવી હતી દરમ્યાન મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં ચૂંટણી લડી રહેલા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સહીત ૩૨ ઉમેદવારોના ભાવી ઇવીએમમાંથી ખોલવામાં આવતા મોરબી માળિયા, ટંકારા પડધરી અને વાંકાનેર કુવાડવા બેઠક પર ભાજપ કે કોંગ્રેસના ઉમેદવાર સિવાયના ૨૬ ઉમેદવારને તેની ડીપોઝીટ બચાવી સકાય તેટલા મત મળ્યા નથી

morbi

મોરબી જીલ્લાની તો ત્રણ બેઠકમાં અન્ય પક્ષ કે પછી અપક્ષમાંથી ઉમેદવારી કરનારા ૨૬ ઉમેદવારોને મતદારોએ મતદાન કરેલા અને માન્ય કરવામાં આવેલા કુલ મતમાંથી નોટાના મતની સંખ્યા બાદ કરી છઠ્ઠા ભાગના મત મળ્યા નથી જેમાં વાંકાનેરની બેઠક પર ૨૫૦૦૦ જેટલા મત ખેચી જનાર અપક્ષ ઉમેદવારનો પણ સમાવેશ થાય છે જે ઉમેદવારોએ તેની ડીપોઝીટ ગુમાવી છે તેની વાત કરીએ તો મોરબી બેઠકમાં હિન્દુસ્તાન કોંગ્રેસના ધર્મેન્દ્ર ગઢિયા, શિવસેનાના દિપક ગોગરા, અપક્ષ અરવિંદ કાવર, અરજણ રાઠોડ, વિવેક મીરાણીનો સમવેશ થાય છે તો ટંકારા બેઠકમાં બસપાના વેલજી શેખવા, રીપબ્લિકન પાર્ટીના નિર્મળાબેન પરમાર, હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના નરેન્દ્ર બાવરવા, કેશરબેન વણોલ, સતુભા જાડેજા અને વાંકાનેર બેઠકમાં ગોરધનભાઇ સરવૈયા, ઉસમાન ગની શેરસિયા, હુસેનભાઈ શેરસિયા, બલવંત સિંધવ સહિતના ઉમેદવારોનો સમાવેશ થાય છે

English summary
gujarat elections morbi candidates lose their deposit

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.