નરેન્દ્ર મોદી મણિનગરથી ચૂંટણી લડશે, પ્રથમ યાદી જાહેર

narendra-modi-delhi
ગાંધીનગર, 23 નવેમ્બર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ગુરૂવારે સાંજે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં કુલ 84 ઉમેદવારોના નામ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરીની અધ્યક્ષતામાં યોજાયેલી યાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 84 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ફરીથી મણિનગરની સીટ પરથી ચૂંટણી લડશે. તો પ્રથમ યાદીમાં સાત ચાલુ ધારાસભ્યોને ટિકીટ કાપવામાં આવી છે.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આગામી ચૂંટણીમાં મણિનગર વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી લડશે. વર્ષ 2007ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ મણિનગરની સીટ પરથી જીત મેળવી હતી, તેમને કોંગ્રેસના દિનશા પટેલને 75,000 મતોથી હરાવ્યા હતા. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની ગઇકાલે સાંજે નવી દિલ્હીમાં મિટિંગ થઇ હતી.

આ બેઠક બાદ ગુજરાત વિધાનસભામાં ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ દ્રારા 17 નવેમ્બરે જાહેર કરવામાં જાહેરનામા બાદ રાજ્યમાં નામાંકન શરૂ થઇ ગયું છે.કેન્દ્રીય ચૂંટણે સમિતિની બેઠકમાં નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય સમિતિના બધા અધિકારીઓની બેઠકમાં ઉમેદવારોના પર મોહર લગાવવામાં આવી છે.

કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદીએ 13 ઉમેદવારોના ચહેરા બદલ્યા છે. કેશુભાઇ પટેલની સક્રિયતાના કારણે પ્રથમ ચરણમાં સૌરાષ્ટ્રની સીટો નરેન્દ્ર મોદી માટે પડકારરૂપ ગણવામાં આવે છે. જેથી નરેન્દ્ર મોદીએ સમજી વિચારીને આ વખતે પટેલ સમુદાયના લોકો પર પસંદગી ઉતારી છે.

સૂત્રો જણાવ્યા અનુસાર આ યાદીમાં બે નામ એવા છે જેમના પર દાગ લાગેલો હોય. ભાવનગર માટે નક્કી કરવામાં આવેલા પુરૂષોત્તમભાઇ સોલંકીનું નામ મત્સ પાલન સાથે જોડાયેલા વિવાદમાં તેમનું ઉછળ્યું હતું. કહેવામાં આવે છે કે લગભગ દોઢ કલાક સુધી ચાલેલી મિટિંગમાં નરેન્દ્ર મોદી તરફથી રજૂ કરવામાં આવેલા એકપણ નામ પર વિવાદ થયો ન હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X