સુરતમાં પાટીદારોએ ટિકિટ મામલે કોંગ્રેસની ઓફિસમાં કરી તોડફોડ

Subscribe to Oneindia News

કોંગ્રેસ દ્વારા પહેલા તબક્કાની યાદી જાહેર થતા જ વિવાદ શરૂ થઈ ગયો.છે. પણ આ વખતે કોંગ્રેસ આંતરિક વિવાદ નહિ પણ પાસના કારણે વિવાદોમાં સપડાઈ છે. કારણ કે પાસને અપેક્ષા હતી કે કોંગ્રેસ આ વિધાનસભા ચૂંટણીમાં પાસના કેટલાક જાણીતા નામોને તક આપે પણ પાસના માત્ર 2 લોકોને જ ટિકિટ આપી છે. જેમાં ધોરાજી બેઠક પર લલિત વસોયા તેમજ જૂનાગઢ બેઠક પર અતુલ ઠુમ્મર ને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે મોરબીમાં મનોજ પનારાનું નામ પણ આગળ હતું. તેમજ બોટાદમાં દિલિપ સાબવા ની પસંદગી ની શકયતા હતી. પણ બન્ને જગ્યાએ બીજા નામો જાહેર કરાયા હતા.

pass todfod surat

જ્યારે સુરત માં પણ પાસ દ્વારા કેટલાક નામો સૂચવવામાં આવ્યા હતા. પણ સ્થાનિક કોંગ્રેસના આગેવાન ને ટિકિટ આપવામાં આવી હતી. તેમજ ભાવનગર માં પણ કંઈક આવી સ્થિતિનું નિર્માણ થતા પાસ ના કાર્યકરો દ્વારા સુરતમાં વરાછા મતવિસ્તારના કોંગ્રેસ ના ઉમેદવાર પ્રફુલ તોગડિયાની ઓફિસમાં તોડફોડ થઈ હતી. જ્યારે ભાવનગરમાં પણ સ્થાનિક પટેલને ટિકિટ ન મળતા પાસ દ્વારા વિરોધ કરાયો હતો. જોકે બીજા તબક્કા ની યાદી માં કોંગેસ આ ભૂલ નહિ કરે તેવી શક્યતા છે. સાથોસાથ પહેલી યાદી માં 23 જેટલા પાટીદારો ને ટિકિટ આપી છે તે પણ નોંધપાત્ર બાબત છે.

English summary
Gujarat elections: PAAS and Congress workers clash after candidate list declare.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.