પીએમ મોદીની સુરતની સભા થશે પણ આ તારીખે

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ફરી એક વાર ભાજપના ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. 6 ડિસેમ્બરે તેમની ધુંધુકા, દાહોદ, નેત્રંગ ખાતે 3 જનસભાઓ થવાની છે. જો કે ઓખી ચક્રવાતના કારણે સુરતમાં તેમની જે સભા કાલે થવાની હતી તે હવે 7 ડિસેમ્બરે બપોરે 1 વાગે થશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની સુરતની રેલીને પાટીદારોના મુદ્દાના કારણે મહત્વની માનવામાં આવતી હતી. પણ ઓખી ચક્રવાતમાં બચાવ કાર્યમાં વ્યસ્ત સુરક્ષા દળોની જવાબદારીમાં વધારો ન કરવા માટે પીએમની સભા પોસ્ટપોન્ડ કરવામાં આવી છે તેવી જાણકારી ભાજપના ભાજપના પ્રવક્તા ભુપેન્દ્ર યાાદવે આજે પ્રેસવાર્તા કરીને આપી હતી.

modi

નોંધનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ ચૂંટણી પહેલા ભાજપ દ્વારા જોરદાર ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અને આ જ કારણે પીએમ મોદી પણ વારંવાર ગુજરાત આવી રહ્યા છે. ત્યારે 6 ડિસેમ્બર, 2017 ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 9:30 વાગ્યે ધંધુકા, 12:00 વાગ્યે દાહોદ અને 02:00 વાગ્યે નેત્રંગ ખાતે વિકાસ જનસભાઓને સંબોધન કરશે. સાથે જ 9મી ડિસેમ્બરે પીએમ મોદી મતદાન પણ કરશે. આમ ચૂંટણી પહેલા મોદી ઠેર ઠેર વિકાસની જનસભાઓ કરીને લોકોને ભાજપને વોટ આપવા માટે અપીલ કરશે.

English summary
Gujarat Elections 2017 : Read here PM Modi's Gujarat program for 6 and 7th December.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.