For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Rahul VS Modi : રાહુલ ગાંધી અને PM મોદી બન્ને આજે સોમનાથમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે એક જ દિવસે સોમનાથમાં હશે સાથે. જાણો આ અંગે વિગતવાર અહીં

By Chaitali
|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે અને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ આજે ગુજરાતની મુલાકાતે છે. એટલું જ નહીં તેવું પહેલી વાર બનશે કે ગુજરાતમાં આ બન્ને નેતાઓ એક દિવસે એક જ સ્થળે હોય. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી બન્ને સોમનાથમાં હાજર રહેવાના છે. જ્યાં રાહુલ ગાંધી બપોરે 1 વાગે સોમનાથના દર્શન કરશે ત્યાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 1:30 વાગ્યાની આસપાસ સોમદાનના દર્શન કરી, સોમનાથ પાસે પ્રાચીથી પાલીતાણા જવા રવાના થાય તેવી સંભાવના રહેલી છે. જો કે આવું થયું તો થયું તો શંકર ભગવાનની દુવિધા વધી જશે કે કોને કયા આશીર્વાદ આપવા!

Modi-Rahul

ઉલ્લેખનીય છે કે આજે રાહુલ ગાંધી અને પીએમ નરેન્દ્ર મોદી બન્ને ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાતની મુલાકાતે છે. વધુમાં મોરબીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ જનસભાથી અને મોરબીથી થોડે પાસેના ગામમાં પાટીદાર નેતા હાર્દિક પટેલની પણ એ જ સમયની આસપાસ જનસભા છે. વધુમાં ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી તો સોમનાથના દર્શન કરવાના જ છે. પણ પીએમ મોદી પણ તેમની યાત્રામાં સોમનાથ વચ્ચે આવતું હોવાના કારણે દર્શન કરવા જાય તેવી સંભાવનાઓ બની રહી છે. ત્યારે જોવાનું તે રહે છે કે શું એવું થશે કે બન્ને નેતાઓ એક સમયે સોમનાથના મંદિરમાં હોય? જો કે આ વાતે સ્પષ્ટતા તો બપોરે 1 વાગ્યા પછી જ મળશે.

English summary
Gujarat Elections: Rahul Gandhi And Narendra Modi will be in Somnath today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X