Gujarat Elections Result 2022: ગુજરાત-હિમાચલમાં ફરી ભાજપ બનાવશે સરકાર, કે કોંગ્રેસ-AAPને મળશે મોકો?
ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે ઘોષિત કરાશે. ગુજરાતમાં પાછલા 27 વર્ષથી ભાજપની સરકાર છે. અહીં આ વખતે આમ આદમી પાર્ટીએ ત્રિકોણીય મુકાબલો બનાવી દીધો છે. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં ભાજપ ફરીથી સરકાર બનાવવા
ગતરોજ દિલ્હી MCDના પરિણામ સામે આવ્યાં અને દિલ્હીમાં હવે મેયર આમ આદમી પાર્ટીનો બની ગયો છે, જે બાદ આજે આમ આદમી પાર્ટી ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી ના પરિણામો પર નજર ટકાવીને બેઠી છે. ભાજપ ગુજરાત અને હિમાચલ પ્રદેશના પોતાના કિલ્લા બચાવવામાં સફળ થાય છે કે નહીં એ આજે પરિણામ આવતાંની સાથે જ સ્પષ્ટ થઈ જશે. સવારે 8 વાગ્યેતી મતગણતરી થશે, સૌથી પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે.

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થયું હતું. પહેલા તબક્કામાં 60.20 ટકા અને બીજા તબક્કામાં 64.39 ટકા મતદાન થયું હતું. જ્યારે હિમાચલ પ્રદેશમાં 75 ટકા મતદાન થયું હતું.
ગુજરાતના એક્ઝિટ પોલ્સની વાત કરીએ તો તેમાં ભાજપ ફરી સત્તામાં આવી રહી છે. એક્ઝિટ પોલ્સનું કહેવું છે કે ગુજરાતમાં ભાજપ સતત સાતમી વખત સત્તામાં આવશે. જો આવું થાય તો ભાજપ બંગાળના લેફ્ટ ફ્રંટના રેકોર્ડની બરાબરી કરી લેશે. જ્યારે CPI(M)એ 1977થી 2011 સુધી એટલે કે 34 વર્ષ સુધી રાજ કર્યું હતું.
ગુજરાતમાં 2017ના પરિણામ શું હતાં?
2017ના ચૂંટણી પરિણામની વાત કરીએ તો ત્યારે ભાજપે કુલ 182 સીટમાંથી 99 સીટ જીતી હતી. આ વખતે ભાજપ 117-151 સીટ જીતતી હોવાનો દાવો કરી રહી છે. ગુજરાતમાં ભાજપે અત્યાર સુધીમાં સૌથી વધુ 127 સીટ 2002માં જીતી હતી. એક્ઝિટ પોલ્સમાં કોંગ્રેસને 16માંથી 51 સીટ મળવાનું અનુમાન છે. માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના વોટબેંકને આમ આદમી પાર્ટી આ વખતે પોતાની તરફ કરવામાં સફળ થઈ શકે છે.
ગુજરાત અને હિમાચલ પ્રદેશનની ચૂંટણી આમ આદમી પાર્ટી માટે મોટા મોકા સમાન છે. અહીં સારું પ્રદર્શન કરી આમ આદમી પાર્ટી ખુદને રાષ્ટ્રીય પાર્ટી તરીકે સ્થાપિત કરી શકે છે. આમ આદમી પાર્ટી હાલ દિલ્હી અને પંજાબમાં સત્તામાં છે. ગુજરાતમાં તે પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી રહી છે. તેમને ત્રિકોણીય મુકાબલો થવાની ઉમ્મીદ છે. જાણકારો માને છે કે આમ આદમી પાર્ટી આ વખતે 2થી 13 સીટ જીતી શકે છે. જો કે ગુજરાતમાં બહુમતીનો આંકડો 92 સીટ છે.
કોંગ્રેસની વાત કરીએ તો તેને 16થી 51 સીટ મળવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસે સંપૂર્ણ જોર નથી લગાવ્યું. રાહુલ ગાંધી પણ ભારત જોડો યાત્રામાં વ્યસ્ત રહ્યા. પાછલી ચૂંટણી એટલે કે 2017માં કોંગ્રેસે 77 સીટ જીતી હતી. કોંગ્રેસ હાલ માત્ર રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તામાં છે. જ્યારે હિમાચલમાં ફરીથી સત્તામાં વાપસી માટે પૂરું જોર લગાવ્યું છે.
જણાવી દઈએ કે ગુજરાતમાં ભાજપ પાછલા 27 વર્ષથી સત્તામાં છે. અહીં તેમની સામે એંટી ઈનકંબેન્સીનો પડકાર તો હતો. પરંતુ પીએમ નરેન્દ્ર મોદીના રૂપમાં એક ટ્રમ્પ કાર્ડ પણ હતો. પીએમ મોદીએ ભાજપ માટે અહી ખુબ પ્રચાર કર્યો. અમદાવાદમાં તો તેમણે 40 કિમીનો રોડ શો પણ કર્યો. ભાજપનું માનવું છે કે બ્રાન્ડ મોદીના સહારે તેઓ એન્ટી ઈનકમ્બેન્સીથી બચી રહ્યા છે.
હિમાચલની સત્તા બદલશે કે રિવાજ?
હિમાચલ પ્રદેશમાં હાલમાં ભાજપની સરકાર છે. હિમાચલમાં 1985 પછીથી દરેક પાંચ વર્ષમાં સત્તા બદલી જાય છે. કોંગ્રેસને ઉમ્મીદ છે કે આ રિવાજના હિસાબે જનતા તેમને સત્તાની ચાવી સોંપશે. એક્ઝિટ પોલ્સની વાત કરીએ તો તેમાં પણ કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે. જ્યારે ભાજપનો દાવો છે કે આ વખતે રિવાજ બદલાશે અને ફરીથી ભાજપ સરકાર આવશે.
ભાજપે અહીં પોતાનું સ્લોગન પણ 'રાજ નહીં, રિવાજ બદલેંગે' રાખ્યું છે. આવી જ રીતે ભાજપ અગાઉ ઉત્તર પ્રદેશ, ગોવા, આસામ અને ઉત્તરાખંડમાં એન્ટી ઈનકંબેંસી ફેક્ટરને માત આપી સરકાર બનાવી ચૂકી છે. તેમને ઉમ્મીદ છે કે હિમાચલમાં પણ તેઓ આવું જ કરશે.
2017ની ચૂંટણીની વાત કરીએ તો કુલ 64 વિધાનસભા સીટમાંથી 44 સીટ પર ભાજપ જીતી હતી. જ્યારે કોંગ્રેસ 21 સીટ પર જીતી હતી. સીપીઆઈએમ 1 સીટ અને અપક્ષ ઉમેદવાર 2 સીટ જીત્યા હતા. એક્ઝિટ પોલ્સમાં કાંટાની ટક્કર સામે આવ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ બંને સતર્ક છે. એવામાં અપક્ષ ચૂંટણી લડેલા ઉમેદવારો પણ પાર્ટીઓ સાથે સંપર્ક બનાવી રહ્યા છે, કેમ કે સ્પષ્ટ બહુમત ના મળવા પર અપક્ષ ઉમેદવારો જ તેમને કામ આવી શકે છે.
કોંગ્રેસને તેમનું પ્રદર્શન સારું હોવાની ઉમ્મીદ છે. અહીં તેમણે ઓઈલની, રોજગારી, ગેસની કિંમતોમાં આવલ ઉછાળો, બેરોજગારી, જૂની પેંશન યોજના મુખ્ય મુદ્દા બનાવ્યા. હિમાચલમાં આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે, પરંતુ અહીં કેજરીવાલની પાર્ટીએ ગુજરાત જેવું જોર ના લગાવ્યું. આમ આદમી પાર્ટીએ અહીં સત્યેન્દ્ર જૈનને ઈંચાર્જ બનાવ્યા હતા. પરંતુ આ દરમિયાન તેમને મની લૉન્ડ્રિંગના કેસમાં જેલ થઈ ગઈ. જે બાદ પાર્ટીનો પ્રચાર ગતિ ના પકડી શક્યો.
આ વખતે પણ જો મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કરનો રહ્યો અને સ્પષ્ટ બહુમત ના મળે તો સ્થિતિ જોવા જેવી હશે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
