અથાગ મહેનતથી વાવેલો પાક જીઇબીની બેદકારીને કારણે રાખ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

ગુજરાતના ખેડૂતો માટે જાણે ઉનાળો પનોતી લઇને આવ્યો હોય તેવી સ્થિતિ અત્યારથી જ સર્જાવા લાગી છે. એક તરફ તો સિંચાઈ માટે પાણીની તંગીની બૂમરાણ મચેલી છે તો બીજી તરફ કેટલીક બેદરરકારીને કારણે ઉભો પાક નાશ થઈ જાય છે.

gujarat samachar

આ ઘટના અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા છે જેમાં સુંદરપરા ગામમાં ખેતરમાંથી પસાર થતા વીજ વાયરને કારણે તણખા ઝર્યા હતા અને તેને કારણે ખેતરમાં ભારે આગ લાગી હતી અન ખેડૂતનો ઉભો પાક નષ્ટ થઈ ગયો હતો. સુંદરપુરા ગામના ખેડૂતે ઘઉંનો પાક વાવ્યો હતો. આશરે 2 વીઘા જેટલી જમીનમાં આ વાવેલો પાક તણખાને કારણે લાગેલી આગથી રાખ થઈ ગયો હતો. જે જોઈને ખેડૂતની છાતી બેસી ગઈ હતી અને ખેડૂત તથા તેના પરિવારજનો ખૂબ જ દુખી થઈ ગયા હતા.

આગ લાગવીની જાણ થતા જ ખેડૂ પરિવાર ખેતર તરફ દોડ્યો હતો તો સ્થાનિકો પણ દોડધામ કરીને આગને માંડ માંડ કાબૂમાં લીધી હતી. ખેડૂત પરિવાર ખૂબજ દ્રવી ઉઠ્યો હતો કારણ કે આ ઘઉ લણવાની તૈયારી તેઓ કરી રહ્યા હતા અને તેના દ્વારા જ તેઓ પોતાની આજીવિકા મેળવી શકેત. હવે ઘઉંનો પાક બળી જતા જગતના તાતની મહેનત પણ માથે પડી અને હતી તે મૂડી પણ વપરાઈ ગઈ અને પાકને નુકસાન થતા હાલમાં તેમની પાસે બીજી કોઈ આવક અંગે પણ પ્રશ્ન સર્જાયો છે.

અરવલ્લીમાં ઘઉંના ખેતરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બાયડના સુંદરપુરા ગામમાં ખેતરમાં આગ લાગી હતી. ખેતર પરથી પસાર થતા વીજ તારમાંથી તણખા પડતા ખેતરમાં આગ લાગી હતી. આ ઘટના સર્જાતા 2 વીઘા ઘઉં બળીને ખાખ થયા છે. સ્થાનિકોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ ઘટનાની જાણા ગુજરાત વિદ્યુત બોર્ડને પણ કરવામાં આવી છે કે આ પ્રકારે પસાર થતા વાયરોન કઈ નિવેડો લાવે, પરંતુ પરંતુ વિજળી બોર્ડ આ અંગે કોઇ જ કાર્યવાહી કરવા તૈયાર નથી. અને ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવે છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે છેલ્લા એક મહિનામાં બાયડ અને તેની આસપાસના ગામમાં બનેલો આ પાંચમો બનાવ છે જેમાં ખેડૂતનો ઉભો પાક નષ્ટ થઈ ગયો હોય પરંતુ જીઇબી તંત્ર સાવ નિશ્ક્રિય છે.

English summary
Gujarat Farmer in Trouble because of GEB

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.