For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના બજેટમાં સ્ત્રીસશક્તિકરણની યોજનાઓને પ્રાધાન્ય અપાશે?

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 27 જૂન : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા અને ગુજરાતના નવા મુખ્યમંત્રી પદે આનંદીબેન પટેલે સ્થાન લીધું ત્યાર બાદ પ્રથમવાર વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે. આ સત્ર બજેટ સત્ર બની રહેશે. ગુજરાતના નાણા પ્રધાન સૌરભ પટેલ 1 જુલાઇએ બજેટ રજૂ કરશે. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલની આગેવાનીમાં રજૂ થઇ રહેલા પ્રથમ બજેટમાં મહિલા સશક્તિકરણની યોજનાઓને વધારે મહત્વ આપવામાં આવશે એવી ધારણા છે.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી 1 જુલાઈ,2014થી શરૂ થઇ રહ્યું છે. બજેટ સત્રના પ્રથમ દિવસે જ નાણાં પ્રધાન સૌરભ પટેલ વર્ષ 2014-15નું અંદાજપત્ર રજૂ કરશે.

saurabh-patel

નાણા મંત્રાલય અંદાજપત્રને આખરી ઓપ આપવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ માટે નાણાં પ્રધાન સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે મેરેથોન બેઠક યોજી રહ્યા છે. રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલનાં શાસનનું આ પ્રથમ અંદાજપત્ર હોવાથી મહિલાઓના ઉત્કર્ષ માટે સ્ત્રીશક્તિકરણની અનેક યોજનાઓની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

ગાંધીનગર સચિવાલયના નાણાં વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ નાણાં પ્રધાન સૌરભ પટેલના અંદાજપત્ર હોવાથી મહિલાઓના ઉત્કર્ષ માટે સ્ત્રીશક્તિકરણની અનેક યોજનાઓની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

ગાંધીનગર સચિવાલયના નાણાં વિભાગના સૂત્રોમાંથી સૌરભ પટેલના અંદાજપત્ર પ્રવચનને આખરી ઓપ આપવા માટે છેલ્લાં ચાર-પાંચ દિવસથી જુદા જુદા સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે નાણાં પ્રધાને બેઠકનો દોર શરૂ કર્યો છે. અંદાજપત્રના પ્રવચનમાં દરેક વિભાગો દ્વારા તૈયાર કરાયેલી નવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નાણા વિભાગ દ્વારા તૈયાર કરાયેલા અંદાજપત્રીય પ્રવચનને નાણાં પ્રધાને આખરી ઓપ આપ્યા બાદ પ્રધાનમંડળની બેઠકમાં મંજૂરી મેળવાશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં વરસાદ ખેંચાતા સરકાર ચિંતિત બની છે અને નબળું ચોમાસું થાય તેવી શક્યતાને પગલે આ વખતે નવા વેરાઓ નાખવાને બદલે કેટલીક શરતો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. આ અંગે સરકાર સાથે નાણાં પ્રધાનની બેઠકમાં વેરાઓ નાંખવા શરતો આપવી તે અંગે મંથન કર્યા બાદ આખરી નિર્ણય લેવાશે.

બીજી તરફ રાજ્ય સરકાર ખાદ્યને ઓછી કરવા માટે કેટલીક ચીજ-વસ્તુઓ પર વેરા નાખશે એવો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે. રાજ્યના દેવામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. એટલે ખર્ચને પહોંચી વળવા માટે આવકનો સ્રોત ઊભો કરવો પડશે. તે માટે નાણામંત્રી શું પ્રયોજન કરે છે તે બજેટમાં ખ્યાલ આવશે.

English summary
Gujarat Finance Minister Saurabh Patel will present budget on July 1, 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X