ગુજરાતઃ સ્થાનિક ચૂંટણીમાં મતદાન નહીં કરનાર સામે થશે કાર્યવાહી

આ કાયદો રાજ્યમાં લાગુ થઇ ગયા બાદ સ્થાનિક ચૂંટણીમાં જો કોઇ મતદાન નહીં કરે તો તે સજા અને દંડને પાત્ર બનશે. તેમજ એવી વ્યક્તિ કે જેને સજા આ બાબતે સજા ફટકારવામાં આવશે તો તેની માહિતી કોઇને આપવામાં આવશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છેકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા ત્યારે તેમણે વિધાનસભામાં આ કાયદો પસાર કરાવ્યો હતો, પરંતુ તત્કાલિન રાજ્યપાલ ડો. કમલા બેનીવાલે તેનો વિરોધ કર્યો હતો. આ કાયદો પસાર થઇ જવાથી સ્થાનિક ચૂંટણીમાં મહિલાઓને 50 ટકા જેટલું રિઝર્વેશન મળી શકશે.
આ કાયદા અંગે રાજ્ય વિધાનસભાના સચિવ ડીએમ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના રાજ્યપાલે ત્રણ દિવસ પૂર્વે આ કાયદા પર હસ્તાક્ષર કરીને તેને રાજ્યમાં લાગુ કરવાની મંજૂરી આપી દીધી છે.












Click it and Unblock the Notifications
